(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: જેસીઆઈ વાપીના 30મા સ્થાપના દિવસની મેગા સેલિબ્રેશનમાં મેમ્બર અને તેમના ફેમિલી મેમ્બર્સ દ્વારા ફન, ડાન્સ, સિંગિંગ વગેરે પરફોર્મન્સ સાથે 70 થી વધુ લોકો સેલિબ્રેશનમાં જોડાયા હતા, ક્ષણને ખુશ કરી હતી અને ફૂડ, મ્યુઝિક, ડીજે અને ડાન્સનો આનંદ માણ્યો હતો. આ ઉજવણી પર તમામ સભ્યોને ગિફટ હેમ્પર આપવામાં આવ્યા હતા. જેસીઆઈ વાપીના પ્રમુખ જેએફએમ સીઓ દીપિકા ગુટગુટીયા અને સેક્રેટરી જેસી સીએસ પરેશ રૈયાણીના નેતૃત્વ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેસી ચંદ્રેશ પુરોહિત પ્રોજેક્ટના ચેરમેન હતા અનેજેસી અલ્તાફ વણઝારા પ્રોજેક્ટના કો-ચેરમેન હતા. બંનેએ પ્રોજેક્ટનું સંચાલન સારી રીતે કર્યું હતું.