April 23, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

જાગૃતતા સત્રમાં શિક્ષકોને ‘ગુડ ટચ, બેડ ટચ’ તથા પોસ્‍કો કાયદાના સંદર્ભમાં શાળાના બાળકોની સલામતિને ધ્‍યાનમાં રાખી રસાળ શૈલીમાંઆપવામાં આવેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર અને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદના દિશા-નિર્દેશ તથા શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલની દેખરેખ હેઠળ શનિવારે શિક્ષણ ભવનના ઓડીટોરિયમમાં મોટી દમણ ખાતે દમણ જિલ્લાના દરેક સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત અને ખાનગી શાળાના આચાર્યો તથા નોડલ સેફટી ટીચર માટે ‘ગુડ ટચ અને બેડ ટચ’ ઉપર જાગૃતતા સત્ર અને પોસ્‍કો કાયદાના પ્રાવધાનો સંબંધિત વિવિધ બાબતો ઉપર અર્ધદિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જાગૃતતા સત્રમાં એડવોકેટ શ્રી હર્ષ ગૌરેએ પોસ્‍કો એક્‍ટના સંદર્ભમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. જ્‍યારે ડિસ્‍ટ્રીક્‍ટ ચાઈલ્‍ડ પ્રોટેક્‍શન ઓફિસર શ્રીમતી અનિતા માહ્યાવંશીએ ‘ગુડ ટચ અને બેડ ટચ’ની વ્‍યાખ્‍યા અને વ્‍યવહારિકતા સમજાવી હતી. દમણ જિલ્લાની દરેક સ્‍કૂલોના આચાર્ય અને નોડલ સેફટી ટીચરોને શાળાના બાળકોની સલામતિને ધ્‍યાનમાં રાખી પોસ્‍કો એક્‍ટના વિવિધ પ્રાવધાનોની બાબતમાં રસાળ શૈલીમાં સમજ આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાજેશ હળપતિએ કર્યું હતું. આ પ્રસંગે સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી મણિલાલ પટેલ, દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ અધિકારી શ્રીબી.કન્નન, દમણ ન.પા.ના શિક્ષણ અધિકારી શ્રી યોગેશ મોડાસિયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં ફરજ બજાવવા ગયેલા થાલાના શિક્ષક દંપતિના ઘરે રાત્રી દરમિયાન તસ્‍કરો રૂા.3.40 લાખના સોનાના દાગીના ચોરી ફરાર

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

વલસાડમાં નિર્વષા થઈ બાઈક ઉપર નિકળેલા યુવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર

vartmanpravah

સંજાણ-સુરત મેમુ ટ્રેનમાં દારૂના જથ્‍થા સાથે વલસાડમાં બે ખેપીયા ઝડપાયા

vartmanpravah

પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્‍યના જન્‍મદિવસ નિમિત્તે ઉદવાડા ટાઉન પી.પી.મિષાી હાઈસ્‍કૂલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

મશીન લર્નિંગ અને ડેટા માઈનિંગના ક્ષેત્રમાં સંશોધનના આધારે દમણની સરકારી પોલીટેકનિક કોલેજ દ્વારા ડો. અરૂણાને IUCAA એસોસિએટશીપ શોધ પુરસ્‍કારથી પુરસ્‍કૃત કરાયા

vartmanpravah

Leave a Comment