Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા આદેશ હેઠળ સંઘપ્રદેશ ટુરીઝમ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીના દૂધની સ્‍થિત સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ‘સેફગાર્ડીંગ કલ્‍ચર એન્‍ડ ટ્રેડિશનલ’ વિષય હેઠળ વિશ્વ પ્રવાસન દિવસ પર્યટન અને ગ્રીન ઇન્‍વેસ્‍ટમેન્‍ટ અનુરૂપ જીવન પ્રવૃત્તિ માટે મુસાફરી અને કુદરતના તત્ત્વોને મોટાભાગે ફોકસમાં રાખવામાં આવ્‍યું હતું.
આ કાર્યશાળામાં વિવિધ શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી શ્રેષ્ઠ ત્રણ આર્ટ વર્કનીપસંદગી કરી ટુરીઝમ વિભાગના મેનેજર અને શાળાના આચાર્યશ્રી દ્વારા ઇન્‍ક્રેડિબલ ઇન્‍ડિયા સોવેનિયર્સથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યશાળાનું સંચાલન દાનહના વારલી પેઈન્‍ટિંગ કલાકાર શ્રી ચંદ્રકાન્‍ત માહલા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ અવસરે દાનહ ટુરીઝમ વિભાગના અધિકારી, શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ સમાજ કલ્‍યાણ વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રમાણિક્‍તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

vartmanpravah

Leave a Comment