June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

પ્રથમ જ્‍યોર્તિંલિંગ સોમનાથના પણ કરેલાદર્શનઃ સમગ્ર દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ઉત્‍સવનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: વર્ષ 2023માં ભારત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં જી-20 સમિટની અધ્‍યક્ષતા કરી રહ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વિપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને કાર્યક્ષમ માર્ગદર્શન હેઠળ દીવ ખાતે તા.18 અને 19 મે, 2023ના રોજ ભવ્‍ય જી-20 સમિટનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કુલ 35 વિદેશી પ્રતિનિધિઓ, ભારત સરકારના 40 ભારતીય નિષ્‍ણાતો અને વિવિધ વૈજ્ઞાનિક વિભાગો/સંસ્‍થાઓના આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો હતો.
દીવ ખાતે RIIG (MoES)ની બેઠકના બીજા દિવસે એટલે કે તારીખ 19-05-2023ના રોજ, પ્રતિનિધિઓએ ગુજરાતના ગીરના જંગલમાં આવેલા દેવળિયા લાયન પાર્કની મુલાકાત લીધી. પ્રતિનિધિઓને આજે સવારે તેમની મુલાકાત દરમિયાન જાજરમાન એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્‍થાન ગીરની મુલાકાત લેવાની તક મળી હતી. 30 થી વધુ પ્રતિનિધિઓએ લાયન સફારીની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રાણીઓ હરણ, દીપડા અને પક્ષીઓ વગેરે જોવાનો આનંદ માણ્‍યો હતો અને પાર્ક સોવેનીયર શોપમાંથી સ્‍મૃતિચિહ્નો પણ લીધા હતા.
ત્‍યારબાદ પ્રતિનિધિઓ પ્રથમ જ્‍યોર્તિલિંગના દર્શનમાટે સોમનાથ મંદિરે પહોંચ્‍યા હતા. જ્‍યાં દર્શન કર્યા બાદ તેઓ વિશ્વ શાંતિના ઉદ્દેશ્‍ય સાથે ‘નાનો યજ્ઞ’ કર્યો હતો. શાંતિ મંત્રથી શરૂ કરીને, યજ્ઞમાં વપરાતા 21 યજ્ઞોનું મહત્‍વ વિડિયો દ્વારા પ્રતિનિધિઓને સમજાવવામાં આવ્‍યું હતું. આ યજ્ઞમાં પ્રતિનિધિઓની સહભાગિતા વસુધૈવ કુટુમ્‍બકમ્‌ની ભાવના પર આધારિત છે જે ભારતના જી-20 અધ્‍યક્ષપદની થીમનો પડઘો પાડે છે. ત્‍યારબાદ તેઓ દીવ પરત ફર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જી-20 સંબંધિત સાપ્તાહિક પ્રદર્શનનું ઉદ્ધાટન દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને શેરપા અમિતાભ કાંત દ્વારા જી-20 કોન્‍ફરન્‍સના પ્રથમ દિવસે એજ્‍યુકેશન હબ ખાતે કરવામાં આવ્‍યું હતું. તે 19-05-2023 થી સામાન્‍ય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્‍યું છે. લોકો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ઔદ્યોગિક સ્‍ટોલ જોવા તેમજ જી-20 સમિટ સંબંધિત પ્રદર્શિત મહત્‍વપૂર્ણ માહિતી મેળવવા માટે એજ્‍યુકેશન હબ, દીવની મુલાકાત લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે જી-20 સમિટને લઈને દીવ શહેરમાં ભારે આનંદ અને ઉજવણીનો માહોલ છે અને આ જી-20 સમિટને સામાન્‍ય લોકો ભવિષ્‍યના વિકાસના પર્યાય તરીકે જોઈ રહ્યા છે.

Related posts

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

vartmanpravah

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર

vartmanpravah

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

ચીખલીના ફડવેલ મુખ્‍ય માર્ગ ઉપર મોટર સાયકલ સવાર વીજ કંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરતા ચકચાર

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment