January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

‘સ્‍વચ્‍છતા હી સેવા’ હેઠળ વલસાડ જિલ્લામાં રેલી, શપથ, વૃક્ષારોપણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ તા.11 ઓક્‍ટોબરને બુધવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ ગામમાં સફાઈ અભિયાન અને હૈદરબારી ગામમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃત્તિ કાર્યક્રમ હાથ ધરાયા હતા. પારડી તાલુકાનાનિમખલ ગામમાં સ્‍વચ્‍છતા અભિયાન જ્‍યારે ઉમરગામના સરીગામ ખાતે હેન્‍ડવોશ અને જનજાગૃત્તિ માટે સ્‍વચ્‍છતા રેલી કાઢવામાં આવી હતી. વલસાડ તાલુકાના બોદલાઈ ગામમાં સ્‍વચ્‍છતા અભિયાન હેઠળ સફાઈ કામગીરી, ડ્રોઈંગ સ્‍પર્ધા, સ્‍વચ્‍છતા રેલી અને વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. વાપી તાલુકાના દેગામ ગામમાં સ્‍વચ્‍છતા અંગેના શપથ, સ્‍વચ્‍છતા માટે જાગૃતિ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. લોકોમાં પણ સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક રીતે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્‍યારે અભિયાનને સાર્થક બનાવવા માટે જન ભાગીદારી પણ એટલી જ મહત્‍વની છે.

Related posts

દેહરી પંચાયતે એમ્‍બ્‍યુલન્‍સની ઉપલબ્‍ધ કરેલી સુવિધા અને પીવાના શુદ્ધ પાણી માટે આર ઓ પ્‍લાન્‍ટની કામગીરીનું કરેલું ખાતમુહૂર્ત : દેહરીવાસીઓમાં આનંદની લાગણી

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા અંતર્ગત: દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં તળાવ અને અમૃત સરોવરોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment