November 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ એમ. વેંકટેશને દમણ ન.પા. અને જિ.પં.ના સફાઈકર્મીઓની સ્‍થિતિ અને સમસ્‍યાની મેળવેલી જાણકારી

  • દમણ કલેક્‍ટરાલયમાં કલેક્‍ટર સૌરભ મિશ્રાની ઉપસ્‍થિતિમાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષે કરેલી બેઠક

  • રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ એમ. વેંકટેશને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સફાઈકર્મીઓ પ્રત્‍યેની સંવેદનાની પણ ઉપસ્‍થિત અધિકારીઓને આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : આજે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ શ્રી એમ. વેંકટેશને દમણ જિલ્લાની મુલાકાત લઈ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સફાઈકર્મીઓની સ્‍થિતિ અને તેમની સમસ્‍યાની જાણકારી મેળવી હતી.
દમણ કલેક્‍ટરાલયમાં જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાની ઉપસ્‍થિતિમાં રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ શ્રી એમ. વેંકટેશને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સફાઈકર્મીઓ પ્રત્‍યેની સંવેદનાને વર્ણવી હતી અને તેમણે સફાઈકર્મીઓ સાથે જોડાયેલા વિભાગીય અધિકારીઓને સફાઈકર્મીઓની નાની નાની સમસ્‍યાઓને માનવીય અને સંવેદનાની સાથે હલ કરવા જણાવ્‍યું હતું. જેથી સફાઈકર્મીઓ સંતુષ્‍ટ હશે તો આપણે સ્‍વચ્‍છ અને સ્‍માર્ટ સીટી જેવા લક્ષ્યાંકોને હાંસલ કરીશકીશું એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો.
રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ શ્રી એમ.વેંકટેશને સફાઈકર્મીઓના વેતન-ભથ્‍થાં, પેન્‍શન પ્રક્રિયા, અનુકંપા નિયુક્‍તિ, કાર્ય સ્‍થળ પર ચેન્‍જિંગ રૂમ, આરોગ્‍ય તપાસ, મહિલા જમાદાર, સુરક્ષા ઉપકરણ, આર્થિક સહાયતા યોજનાઓ વગેરેની જાણકારી પણ અધિકારીઓ પાસે મેળવી હતી અને જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્‍યા હતા.
પ્રારંભમાં દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજામ સિંઘે દમણ જિલ્લાના સફાઈ કર્મચારીઓ માટે કાર્યરત વિવિધ કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા ઉપરાંત ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહ, એસ.ડી.પી.ઓ. શ્રી રજનીકાંત અવધિયા, ન.પા.ના ચીફ ઓફિસર શ્રી સંજામ સિંઘ, દમણના ખંડ વિકાસ અધિકારી(બી.ડી.ઓ.) શ્રી રાહુલ ભીમરા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વાપી બગવાડા ટોલપ્‍લાઝા પાસે 11.10 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયુ : ચાલક-ક્‍લિનરની ધરપકડ

vartmanpravah

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

પારડી નગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઇન સર્વિસ ‘1098′ દીવ દ્વારા એસ.પી. કચેરી ખાતે ‘ચાઈલ્‍ડ લાઈન સે દોસ્‍તી’ સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment