(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.23
ગતરોજ ગ્રામ પંયાચતોમાં ગામના નવા સરપંચ ચૂંટવા માટે મતદાન કરાયું હતું. જેમાં તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ ગામમાં માત્ર 22 વર્ષની ઉંમરે યુવતીએ સરપંચના પદે વિજેતા થઈ અત્યાર સુધીમાં લગભગ ધરમપુરના ઈતિહાસમાં નાની વયમાં સરપંચ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે.
આંબોસી ભવઠાણ ગામની 22 વર્ષીય પ્રવિણાબેન ધોરણ-12નો અભ્યાસ પતાવી હાલમાં નર્સિંગનો અભ્યાસ કરે છે. તેમણે પિતાશ્રીના કહેવા પર આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાગ લીધો હતો અને ગ્રામજનો દ્વારા 96 મતોની લીડથી તેમને વિજયી બનાવ્યા છે, ત્યારે તેમણે પોતાના ગામના સરપંચ પદ માટે લાયક ગણનારા તમામ ગ્રામજનોનો આભાર માન્યો છે અનેસરકારની વિવિધ ગ્રામ વિકાસ માટે મળતી દરેક યોજનાઓ તમામ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવાની બાહેંધરી આપી હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2021/12/Ambosi-Bhavthan-Sarpanch.jpeg)