October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત દિલ્‍હી કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં યોજાયેલ કાર્યશાળામાં દમણથી વસિમ સૈયદ અને દાનહના મુસ્‍તાકભાઈ તવાએ આપેલી હાજરી

દાનહ અને દમણ-દીવ માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી વસિમ સૈયદે લઘુમતિ મંત્રાલયના મંત્રી કિરણ રિજીજુ અને મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જમાલ સિદ્દિકી સાથે મુલાકાત કરી દાનહ અને દમણ-દીવમાં લઘુમતિ મોરચાના સંગઠનને વધુ પ્રભાવશાળી બનાવવા પ્રગટ કરેલો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.27 : દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં લઘુમતિ મોરચાની ‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણથી માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી શ્રી વસિમ સૈયદ અને સેલવાસથી સદસ્‍યતા અભિયાનના સંયોજક શ્રી મુસ્‍તાકભાઈ તવાએ ભાગ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભાજપ માઈનોરિટી મોરચામાં સભ્‍ય સંખ્‍યા વધારવા પણ મનોમંથન કરાયું હતું. જેમાં માઈનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી શ્રી વસિમ સૈયદે ભાજપ લઘુમતિમોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જમાલ સિદ્દિકી સાથે મુલાકાત કરી ‘સદસ્‍યતા અભિયાન’ને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે કેન્‍દ્રના લઘુમતિ વિભાગના મંત્રી શ્રી કિરણ રિજીજુની સાથે પણ શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

Related posts

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા મોક્ષ રથનું  કરાયેલું લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી દાનહનું સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ નેશનલ અને ઈન્‍ટરનેશનલ મેચો રમવા ફીટ બનશે

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

Leave a Comment