(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: સરીગામ નોટીફાઈડ વિસ્તારમાં મહત્વની જવાબદારી નિભાવતી ગવર્નિંગ બોડી બોર્ડ ઓફ મેનેજમેન્ટની રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એક્ટ, 1962 અને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ (નોટિફાઈડ એરીયા) રૂલ્સ 2007 અંતર્ગત જોઈન્ટસેક્રેટરી ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 8 સભ્યોની બોર્ડ ઓફ મેનેજમેન્ટની કરેલી રચનામાં ત્રણ સભ્યો સરકારના પ્રતિનિધિ છે જેમાં ડિવિઝનલ મેનેજર જીઆઈડીસી વાપી, સુપ્રીન્ટેન્ડીંગ એન્જિનિયર જીઆઈડીસી સુરત, અને ડેપ્યુટી એક્ઝિકયુટ એન્જિનિયર (ચીફ ઓફિસર) સારીગામનો સમાવેશ થાય છે. જ્યારે ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિ તરીકે એસઆઈએના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, એસ.આઈ.એ.ના સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી કૌશિકભાઈ પી. પટેલ, શ્રી સજ્જનભાઈ મુરારકા અને શ્રી નીતિનભાઈ વી. ઓઝાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે સરીગામ નોટીફાઈડ વિસ્તાર માટે રચવામાં આવેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની ગવર્નિંગ બોડીમાં અનુભવી અને ઉદ્યોગોની હિતમાં પારદર્શક રીતે કામ કરનારા અગ્રણી ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની ઔદ્યોગિક આલમમાં લાગણી અનુભવાય રહી છે.