Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.04: તાલુકાના દોણજા ગામમાંથી પસાર થતી નાની ખાડી કે જે કાવેરી નદીને મળે છે તે નાની ખાડીમાં છેલ્લા પંદરેક દિવસથી કોઈક પોલટ્રી ફાર્મના માલિક દ્વારા મરેલા મરઘા ફેંકી જવાતા પાણી દૂષિત થવા સાથે રોગચાળાની દહેશત વચ્‍ચે સ્‍થાનિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્‍યો હતો અને રવિવારના રોજ લોકો નાની ખાડી પાસે મોટી સંખ્‍યામાં એકત્ર થઈ ગયા હતા.
આ સમગ્ર બનાવ અંગેના અખબારી અહેવાલ બાદ સોમવારના રોજ તાલુકાના આરોગ્‍ય અધિકારી ડો.અલ્‍પેશભાઈ, તાલુકાના સુપરવાઈઝર વિજયભાઈ કુકેરી પીએચસીના સુપરવાઈઝર રાકેશભાઈ સહિતનો કુકેરી પીએચસીનો સ્‍ટાફ દોણજા ધસી જઈ નાની ખાડીના પાણીમાં મરઘા ફેંકવામાં આવ્‍યા હતા. તે સ્‍થળનું નિરીક્ષણ કરી સ્‍થાનિકોને તકેદારી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
હકીકતમા મૃત મરઘાંઓને જમીનમાં ઊંડો ખાડો કરી તેનો નિકાલ કરવાનો હોય છે. તેના સ્‍થાને આ રીતે પાણીમાં નાંખી દઈ લોકોનું આરોગ્‍ય જોખમાય તેવુ કળત્‍ય કરનાર સામે પગલા લેવાની પણ માંગ ઉઠવાપામી છે.

સરપંચ પતિ પ્રવિણભાઈના જણાવ્‍યાનુસાર અમારા દોણજા ગામમાં નાની ખાડીમાં મરેલા મરઘાઓ ફેંકી જવાતા આરોગ્‍ય વિભાગની ટીમે મુલાકત લીધી હતી. અમારા ગામમાં આ વિસ્‍તારમાં પોલટ્રી ફાર્મ જ નથી કોઈ બીજા ગામમાંથી નાંખી જતું હોય તેમ જણાઈ રહ્યું છે.

ટીએચઓ ડો.અલ્‍પેશભાઈ ચીખલી જણાવ્‍યાનુસાર દોણજામાં અમે વિઝીટ કરી છે. અને આમ તોકોઈ પાણીનો ઉપયોગ કરતું નથી અને હાલે પણ પાણીમાં મરઘા હોય સાવચેતી માટે જણાવાયું છે અને બાજુમાં વાદરવેલાની હદ હોય વાંસદા ટીએચઓને પણ જાણ કરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં હડતાલ મોકુફ રહ્યાની જાણ ન થતા સી.એન.જી. પમ્‍પ પર વાહનોની ગુરૂવારે કતારો

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપીને ગુજરાતની માડેલ પાલિકા બનાવવા માટે પ્રાદેશિક કમિશ્‍નરએ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી

vartmanpravah

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah

આનંદો : આજથી વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ કાર્યરત થશે : નાણામંત્રી લોકાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment