October 15, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સેલવાસના વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલની પાછળ આવેલ ફ્રુટગલીમાં મોડીરાત્રે કોઈક કારણસર અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.
સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના ઘર નજીક એક દુકાનમાં આગ લાગેલી જોતા ત્‍યાંથી ગાડીમાં પસાર થઇ રહેલ પ્રમુખે ફ્રૂટના દુકાનદારને અને સાથે ફાયર વિભાગને તાત્‍કાલિક ફોન કરી જાણ કરી હતી.
ફાયર વિભાગની ટીમે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી અડધો કલાકની જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્‍યો હતો. દુકાનદાર લાલચંદ મોર્યાના જણાવ્‍યા અનુસાર આખી દુકાન ફ્રૂટથી ભરેલી હતી. જે આખી દુકાન સાથે બળીને રાખ થઈ ગયુ છે જેને કારણે હજારો રૂપિયાનું નુકસાન થયુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Related posts

ડાંગ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્‌: આહવાના નડગખાડી ગામના આધેડને દીપડાએ ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah

આજે દમણ જિલ્લાની શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

vartmanpravah

રવિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારી કારકિર્દી માર્ગદર્શન શિબિર

vartmanpravah

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment