કમિશ્નર ડો.ડી.ડી. કાપડીયા, અધિક કલેક્ટર બાગુલ, કા.ઈ. કે.એસ. બાગુલ અને ટીમે પાલિકાના વિવિધ પ્રકલ્પોની સમિક્ષા કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: વાપીનું ભવિષ્ય ઉજ્જ્વળ છે તેમાં મીનમેખ શંખા નથી તેવા સંકેતો સાંપડી રહ્યા છે. વાપીને ગુજરાતની મોડેલ પાલિકા કમિશ્નર ડો.ડી.ડી. કાપડીયા, અધિક કલેક્ટર વી.સી. બાગુલ, કાર્યપાલક ઈજનેર કે.એસ. બાગુલ અને ટીમે શનિવારે પાલિકાની વિઝીટ કરી હતી. વિઝિટ દરમિયાન પાલિકાના વિવિધ પ્રકલ્પોની સ્થળ મુલાકાત ટીમે લીધી હતી. પ્રાદેશિક કમિશ્નર ટીમે કર્મચારીઓ-અધિકારીઓની સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપ્યું હતું. જણાવ્યું હતું કે, સરકારીયોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી તેનું અમલીકરણ કરવાની જવાબદારી તમારી છે તે અંગે જરૂરી સુચનો મિટિંગમાં કરાયા હતા. એસ.પી.ટી. વન, સ્ટરીંગ પ્લાન્ટ, કમ્પોઝ પ્લાન્ટની પણ ટીમે મુલાકાત લીધી હતી. કમિશ્નરની વાપી પાલિકા મુલાકાતમાં પ્રમુખ કાશ્મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય નહાર, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, બાંધકામ સમિતિ ચેરમેન જયેશ કંસારા તથા પાલિકા સી.ઓ. શૈલેષ પટેલ જોડાયા હતા.