Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના ક્‍લસર ગામમાં તા.6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: તારીખ 6 અને 7 જાન્‍યુઆરી 2023 ના રોજ પારડી તાલુકાના ક્‍લસર ગામમાં કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ટુર્નામેન્‍ટમાં ગામની કે. કે. ટાઈગર, પટેલ કિંગ, ડીજે ‘એસ ચેમ્‍પિયન, સરપંચ 11, નાયરા સ્‍ટાર અને ખોડિયાર કિંગ એમ 6 ટીમે ભાગ લીધો હતો. તેમાંથી પહેલી સેમી ફાઈનલ નાયરા સ્‍ટાર અને સરપંચ 11 અને બીજી સેમી ફાઇનલ કે. કે. ટાઇગર અને પટેલ કિંગ વચ્‍ચે રમવામાં આવી હતી, તેમાંથી કે. કે. ટાઇગર અને સરપંચ 11 ટીમ મેઘા ફાઈનલમાં આવી હતી.
મેઘા ફાઈનલમાં સરપંચ 11 ટીમવિજેતા બની હતી અને રનર્સ ટીમ કે. કે. ટાઇગર રહી હતી. આ કલસર પ્રીમિયર લીગમાં ફાઈનલ મેન ઓફ ધી મેચ તેજસ પટેલ, બેસ્‍ટ ફિલ્‍ડર ટિંકલ પટેલ, બેસ્‍ટ બોલર મેહુલ પટેલ, કલસર પ્રીમિયર લીગના બેસ્‍ટ બેટ્‍સમેન મિતુલ પટેલ અને કલસર પ્રીમિયર લીગના મેન ઓફ ધી સિરીઝ મિતુલ પટેલ રહ્યા હતા.
વિજેતા ટીમને 21000 રોકડ અને ટોફી આપવામાં આવી હતી અને રનર્સ ટીમને 15000 રોકડ અને ટોફી આપવામાં આવી હતી, કલસર પ્રીમિયર લીગમાં સ્‍કોરર કીર્તન પટેલ, ક્રિષ્‍ના અને હનીભાઈએ સારી કામગીરી કરી હતી અને કલસર પ્રીમિયર લીગ ટુર્નામેન્‍ટમાં કોમેન્‍ટ્રેટર મુકેશ પટેલ અને દીપક પટેલે કોમેન્‍ટ્રી આપીને ટુર્નામેન્‍ટમાં ગામની જનતાનો ઉત્‍સાહ છેલ્લે સુધી જાળવી રાખ્‍યો હતો. ગામના યુવાનોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. અને કલસર પ્રીમિયર લીગને કલસર ગામની જનતાએ સફળ બનાવી હતી. અને એ માટે કલસર ગામના સરપંચ મનોજ પટેલે આયોજક નિપુણ પટેલ, મિતુલ પટેલ, વિરલ પટેલ તેમજ બંટી પટેલ અને ગામની જનતાનો દિલથી આભાર માન્‍યો હતો અને કલસર ગામના સરપંચ મનોજ પટેલે પોતાની ટીમ સરપંચ 11 ના ખેલાડીઓનો પણ ટીમને વિજય બનાવવા બદલ દિલથી આભાર માન્‍યો હતો.

Related posts

વાપી જુના શાકભાજી માર્કેટ ઉપર પાલિકાનો હથોડો : ડિમોલિશન સમયે અસામાજીક તત્ત્વોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 62મા મુક્‍તિ દિવસની ઉત્‍સાહ અને ઉમંગથી કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

Leave a Comment