(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.08: તારીખ 6 અને 7 જાન્યુઆરી 2023 ના રોજ પારડી તાલુકાના ક્લસર ગામમાં કલસર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગામની કે. કે. ટાઈગર, પટેલ કિંગ, ડીજે ‘એસ ચેમ્પિયન, સરપંચ 11, નાયરા સ્ટાર અને ખોડિયાર કિંગ એમ 6 ટીમે ભાગ લીધો હતો. તેમાંથી પહેલી સેમી ફાઈનલ નાયરા સ્ટાર અને સરપંચ 11 અને બીજી સેમી ફાઇનલ કે. કે. ટાઇગર અને પટેલ કિંગ વચ્ચે રમવામાં આવી હતી, તેમાંથી કે. કે. ટાઇગર અને સરપંચ 11 ટીમ મેઘા ફાઈનલમાં આવી હતી.
મેઘા ફાઈનલમાં સરપંચ 11 ટીમવિજેતા બની હતી અને રનર્સ ટીમ કે. કે. ટાઇગર રહી હતી. આ કલસર પ્રીમિયર લીગમાં ફાઈનલ મેન ઓફ ધી મેચ તેજસ પટેલ, બેસ્ટ ફિલ્ડર ટિંકલ પટેલ, બેસ્ટ બોલર મેહુલ પટેલ, કલસર પ્રીમિયર લીગના બેસ્ટ બેટ્સમેન મિતુલ પટેલ અને કલસર પ્રીમિયર લીગના મેન ઓફ ધી સિરીઝ મિતુલ પટેલ રહ્યા હતા.
વિજેતા ટીમને 21000 રોકડ અને ટોફી આપવામાં આવી હતી અને રનર્સ ટીમને 15000 રોકડ અને ટોફી આપવામાં આવી હતી, કલસર પ્રીમિયર લીગમાં સ્કોરર કીર્તન પટેલ, ક્રિષ્ના અને હનીભાઈએ સારી કામગીરી કરી હતી અને કલસર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રેટર મુકેશ પટેલ અને દીપક પટેલે કોમેન્ટ્રી આપીને ટુર્નામેન્ટમાં ગામની જનતાનો ઉત્સાહ છેલ્લે સુધી જાળવી રાખ્યો હતો. ગામના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને કલસર પ્રીમિયર લીગને કલસર ગામની જનતાએ સફળ બનાવી હતી. અને એ માટે કલસર ગામના સરપંચ મનોજ પટેલે આયોજક નિપુણ પટેલ, મિતુલ પટેલ, વિરલ પટેલ તેમજ બંટી પટેલ અને ગામની જનતાનો દિલથી આભાર માન્યો હતો અને કલસર ગામના સરપંચ મનોજ પટેલે પોતાની ટીમ સરપંચ 11 ના ખેલાડીઓનો પણ ટીમને વિજય બનાવવા બદલ દિલથી આભાર માન્યો હતો.