(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: સરીગામ કે.ડી.બી. હાઈસ્કૂલની સામેના માર્ગ તેમજ નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારીગલ્લાવાળાઓએ કરેલા દબાણના કારણે સાંજના સમયે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જે સમસ્યાના નિવારણ માટે પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે પીડબ્લ્યુડી વિભાગ તેમજ પોલીસ તંત્રનું ધ્યાન દોર્યું હતું. જેના ભાગરૂપે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને પી.ડબ્લ્યુ.ડી.ના અધિકારીઓ સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને એમની ટીમ જોડાઈને દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.સરીગામ કે.ડી.બી. હાઈસ્કૂલની સામેના માર્ગ અને નારગોલ રોડ ઉપર કબજો જમાવવા માટે પાથરણાવાળાઓએ લારી ગલ્લા અને કામચલાઉ કેબીનો બનાવી દીધી હતી. જેને જેસીબી મશીન દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. આ કામગીરી બાદ ટ્રાફિક સમસ્યા અને અકસ્માત સર્જાવવાની શકયતા દૂર થવા પામી છે.
Previous post