October 13, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

લ્‍યો કરો વાત…દમણ ન.પા. દ્વારા છપલી શેરીના ટોયલેટના વપરાશકારો પાસેથી ચાર્જ પણ વસૂલ કરાતો હતો

ટોયલેટ દ્વારા ફેલાતી ગંદકી અને સ્‍વચ્‍છતાની સીધી જવાબદારી દમણ ન.પા.ની બનતી હોવાનો પણ વ્‍યક્‍ત થતો મત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
નાની દમણના છપલી શેરી ખાતે સ્‍કોટ-કાયશા દ્વારા નિર્મિત ટોયલેટ બોક્ષનો કબજો દમણ નગર પાલિકાને સુપ્રત કરાયેલ હોવાની સ્‍પષ્‍ટતા સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલે કરી છે.
છપલી શેરી ખાતે ટોયલેટનું નિર્માણ ત્‍યાંની જનતાની માંગણીના આધારે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના ઉપક્રમે સ્‍કોટ-કાયશા દ્વારા સીએસઆર કરાયેલ હોવાની જાણકારી પણ શ્રી વિશાલભાઈ ટંડેલે આપી છે.
દમણ નગર પાલિકા દ્વારા આ ટોયલેટના ઉપયોગ માટે ચાર્જ પણ વસૂલ કરાતો હોવાની જાણકારી આપવામાં આવી છે તેથી તેની મરામત અને રખેવાળીની જવાબદારી પણ પાલિકાની બનતી હોવાનો મત વ્‍યક્‍ત કરાયો છે.

Related posts

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

vartmanpravah

વલસાડમાં રાષ્‍ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

વલસાડ ભાજપ ટીમે સાંસદ ધવલ પટેલના નેતૃત્‍વમાં ગણેશ મહોત્‍સવ માટે ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી

vartmanpravah

નાની દમણના સોમનાથ ખાતે ફોર્ચુન ડી.પી.નેનો-1 યુવા મિત્ર મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્‍સવમાં પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની જિ.પં. સભ્‍ય રીનાબેન સાથે લીધેલો આરતીનો લ્‍હાવો

vartmanpravah

Leave a Comment