October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીનો યુવાન રાષ્‍ટ્ર પ્રેમનો મિશાલ બન્‍યો : 75મા ગણતંત્ર દિવસ 75 કીલોમીટર દોડ દોડી ઉજવ્‍યો

વાપી શુભમ ટાવરમાં રહેતો ઉજ્જવલ ડ્રોલીયા 25મી રાત્રે દોડ શરૂ કરી તા.26મી સવારે 7:50 કલાકે 75 કી.મી.ની દોડનો લક્ષ્યાંક પુરો કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચલાના યુવાને અવ્‍વલ દેશ પ્રેમની મિશાલ જગાવી હતી. 75મા ગણતંત્ર દિવસની ઉજવણી 75 કીલોમીટર દોડ દોડીને કરી યુવાનો માટે પ્રેરણા પુડી પાડી હતી.
ચલા શુભમ ટાવર વિભાગ-2માં રહેતા ઉજ્જવલ દિપકભાઈએ 75મો ગણતંત્ર દિવસની ઉજવણી 75 કીલમીટર દોડ દોડીને કરી હતી. આ માટે ઉજ્જવલે તા.25 જાન્‍યુઆરીની રાત્રે રોફેલ રેમન્‍ડ સર્કલથી દોડ શરૂ કરી ઉપાસના સ્‍કૂલ થઈ રેમન્‍ડ સર્કલના સતત આખી રાત દોડીને 25મી જાન્‍યુઆરી સવારે 7:50 કલાકે 75 કી.મી.ની દોડનો લક્ષાંક અંતે પુરો કરી દીધો હતો. આ પ્રસંગે ઉજ્જવલને પ્રોત્‍સાહન કરવા માતા જ્‍યોતિબેન, પિતા દિપકભાઈ સહિત મિત્રો, પરિવાર રાતભર રોડ ઉપર જાગતા રહેલા અને ઉજ્જવલને પ્રોત્‍સાહિત કરતા રહ્યા હતા. અંતે સવારે 7:50 કલાકે દોડ લક્ષાંક પુરો થતા સૌએ અભિનંદન આપી માતા-પિતા સહિત સૌએ ફુલ હારથી સન્‍માન કર્યું હતું.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

vartmanpravah

સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્‍કૂલ બસ સાથે અકસ્‍માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્‍થળ ઉપર જ મોત

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પ્રકોપથી લોકો ત્રાહીમામ

vartmanpravah

Leave a Comment