Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને વિરામ અપાયો


શ્રોતાઓનો કથા પ્રત્‍યેનો પ્રેમ જોઈ મૂળ ભાગવત કથા સંભળાવી વિશ્વ દર્શન કરાવતા શરદભાઈ વ્‍યાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડીના બાલદા ગામે બાલદા અનાવિલ મંડળ અને જતીનભાઈ દેસાઈના પરિવાર તરફથી તારીખ 11મી એપ્રિલ થી 17મી એપ્રિલ સુધી વિશ્વવિખ્‍યાત શ્રી શરદભાઈ વ્‍યાસના કંઠે સુંદર શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ભાગવત કથાની શરૂઆતથી જ શ્રોતાઓનો પ્રવાહ અને કથા પ્રત્‍યેનો પ્રેમ જોઈ કથાકારશરદભાઈ વ્‍યાસે મૂળ ભાગવત કથા સંભળાવી હજારો શ્રોતાઓને ભાગવત દ્વારા વિશ્વ દર્શન કરાવ્‍યા હતા. નાના ગણાતા બાલદા ગામમાં જેમ જેમ કથાના દિવસો વીતતા ગયા હતા તેમ તેમ શ્રોતાઓનો પ્રવાહ પણ એટલો જ વધતો જતો હતો અને કથાના વિરામના દિવસે હજારો લોકો સ્‍વયં ભાગવત જ્ઞાન યજ્ઞમાં આવી ધન્‍ય બન્‍યા હતા.
બાલદાના જળદેવી માતાજીના મંદિરથી જતીનભાઈ દેસાઈ પરિવારે પોથીયાત્રા દ્વારા કથાની શરૂઆત થયા બાદ વિવિધ પ્રસંગોમાં ભાગવતનું મંગલાચરણ સંલગ્ન છ ઋષિઓના પ્રશ્નોની ચર્ચા, અશ્વસ્‍થામાની કથા, દુર્યોધનની કથા, શિવ પાર્વતીજીનો મહિમા, કળષ્‍ણ જન્‍મોત્‍સવ, રુકમણી અને કળષ્‍ણજીના વિવાહ પ્રસંગ જેમાં વર પક્ષ તરફથી ડોક્‍ટર જેસલ દેસાઈ અને ડોક્‍ટર દેવાંશી દેસાઈ જાન લઈને આવે છે જ્‍યારે જતીન દેસાઈ અને મીનાબેન દેસાઈ દ્વારા કન્‍યાદાન જેવા અનેક પ્રસંગો જેમાં સમગ્ર ભારતીય સંસ્‍કળતિ અને એની ધરોહરના વિશ્વ દર્શન કરાવી શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.
આ ઉપરાંત કથા વિરામના દિવસે આ તમામ સાત દિવસના પ્રસંગોનો સાર અને ભાગવત દ્વારા જીવન જીવવાની કળા, જીવન બગડે નહીં તેના ઉપાયો, સમાજમાં દીકરીને ભણાવી સક્ષમ બનાવીને જ એમના લગ્ન કરવા કારણ કે દીકરી ભણે એટલે જ સમાજની પ્રગતિ થાય. આ ઉપરાંત વ્‍યસન મુક્‍તિ જેવા અનેક પ્રસંગો બાદ સમયનેધ્‍યાનમાં રાખી બધું જ કહ્યું છે પરંતુ બધું જ બાકી છે એનું નામ જ ભાગવત હોવાનું કહી કથાને વિરામ અપાયો હતો.
સમગ્ર કથા દરમિયાન ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને એમના પત્‍ની ભારતીબેન વલ્લભ આશ્રમના સ્‍વામી હરિપ્રસાદ દાસજી, પરમ પ્રમાણના સ્‍વામી નિજાનંદ, ભાનુશાલી સમાજના ઓધવરામ ગુરુજીના શિષ્‍ય હરિદાસજી મહારાજ ડોક્‍ટર એમ. એમ. કુરેશી, બાબુભાઈ ગોગદાણી, દિનેશભાઈ સાકરીયા, દિનેશભાઈ શાહ, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ જેવા અનેક મહાનુભાવોએ હાજરી આપી કથાનું રસપાન કર્યું હતું.
આ સમગ્ર કથા દરમ્‍યાન બાલદા અનાવિલ મંડળ, યુવાનો ભાઈઓ બહેનો તથા અનેક ભાગવત જ્ઞાન યજ્ઞ પ્રેમીઓએ અનેક સેવાઓ આપી પોતે ભાગવત પ્રેમી હોવાના દર્શન કરાવ્‍યા હતા.

Related posts

ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્‍ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા

vartmanpravah

અબ્રામા સિડમેક કંપનીમાં અજગર વલસાડમાં કંપની કમ્‍પાઉન્‍ડની અવાવરુ જગ્‍યામાંથી અધધ એક સાથે ચાર અજગર રેસ્‍ક્‍યૂ કરાયાદેકાતા પારડી જીવદયા ગૃપને જાણ કરાતા મિતેશ પટેલે કુનેહથી ચાર અજગર રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પ્રસાર થનાર ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદનનું જાહેરનામું સરકાર દ્વારા રદ્‌ કરાતા ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ

vartmanpravah

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

vartmanpravah

સેલવાસ ન.પા.એ 42 કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કર્યોઃ વેપારીઓ પાસેથી રૂા. સાત હજારનો વસૂલેલો દંડ

vartmanpravah

ફડવેલ બાદ હરણગામ ગામે દીપડી પાંજરે પુરાતા લોકોમાં હાશકારો

vartmanpravah

Leave a Comment