January 26, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

  • ટોરેન્‍ટ પાવર સંચાલિત દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશને દાનહ અને દમણ-દીવમાં જાન્‍યુ.થી એફપીપીસીએનું ભારણ ઝીરો કરતા હજારો વીજ ગ્રાહકોને તેમના બિલમાં મળેલી રાહત

  • ફયુઅલ અને પાવર પરચેઝ કોસ્‍ટ એડજસ્‍ટમેન્‍ટ(એફપીપીસીએ) ચાર્જની ગણતરી દરેક ત્રિમાસિક સમયગાળો (ક્‍વાર્ટર) પૂર્ણ થયા પછી જેઈઆરસી દ્વારા મંજૂર કરાયેલ ફોર્મ્‍યુલા મુજબ બેઈઝ વીજ ખરીદી કિંમત અને સંબંધિત ક્‍વાર્ટરની વાસ્‍તવિક વીજ ખરીદી કિંમત વચ્‍ચેના તફાવતથી થાય છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : ટોરેન્‍ટ પાવર દ્વારા સંચાલિત દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડ(ડીએનએચડીડીપીડીસીએલ) દ્વારા ફયુઅલ અને પાવર પરચેઝ કોસ્‍ટ એડજસ્‍ટમેન્‍ટ(એફપીપીસીએ)નું ભારણ ઝીરો કરતા પ્રદેશના હજારો વીજ ગ્રાહકોને તેમના બિલમાં આ મહિનાથી રાહત મળવાની શરૂઆત થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એફપીપીસીએ ચાર્જની ગણતરી દરેક ત્રિમાસિક સમયગાળો (ક્‍વાર્ટર) પૂર્ણ થયા બાદ કરવામાં આવે છે અને સંયુક્‍ત વીજ નિયમન આયોગ (જેઈઆરસી) દ્વારા મંજૂર કરાયેલ ફોર્મ્‍યુલા મુજબ બેઈઝ વીજ ખરીદીકિંમત અને સંબંધિત ક્‍વાર્ટરની વાસ્‍તવિક વીજ ખરીદી કિંમત વચ્‍ચેનો તફાવત દર્શાવે છે.
ગત ક્‍વાર્ટર(ઓક્‍ટોબરથી ડિસેમ્‍બર-2023) દરમિયાન બજારની અનુラકૂળ સ્‍થિતિ અને ઋતુ ફેરની અસરને કારણે વીજ ખરીદી ખર્ચ મંજૂર કરાયેલ બેઈઝ વીજ ખરીદી કિંમતથી વધવા પામી નહીં હતી. જેના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જાન્‍યુઆરી, 2024ના બિલમાં ઝીરો એફપીપીસીએ ચાર્જ લાગૂ કરાતા ગયા વર્ષની તુલનામાં ગ્રાહકો માટે 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરાવવાની સાથે શરૂ થયો છે.
ટોરેન્‍ટ પાવર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વીજ ખરીદી માટેના મંજૂર થયેલ બેઈઝ ખર્ચની સમીક્ષા કરવા માટે જેઈઆરસી સમક્ષ રિવ્‍યુ પીટીશન પડતર છે. કારણ કે, મંજૂર બેઈઝ વીજ ખરીદી ખર્ચના સંદર્ભમાં આવકની ગણતરીમાં ભૂલ હતી. ભવિષ્‍યમાં આકસ્‍મિક થતા ટેરિફમાં વધારો ટાળવા માટે આ રિવીઝનની માંગણી કરવામાં આવી છે. જો જેઈઆરસી ટોરેન્‍ટ પાવરને વચગાળાની રાહત આપે અને વીજ ખરીદીના બેઈઝ ખર્ચમાં સુધારો કરે તો એફપીપીસીએ વધી શકે છે. ગયા વર્ષે તુલનાત્‍મક ક્‍વાર્ટરમાં એફપીપીસીએનું બિલ યુનિટ દીઠ એક રૂપિયો હતું, એટલે ગત વર્ષની તુલનામાં ગ્રાહકો માટે નોંધપાત્ર બચત કરાવનારૂં રહ્યું છે.
જેઈઆરસી વચગાળાની રાહત આપે અને વીજખરીદીના બેઈઝ ખર્ચમાં સુધારો કરે તો એફપીપીસીએ વધી શકે છે, પરંતુ તે પછી પણ ગયા વર્ષના તુલનાત્‍મક ક્‍વાર્ટરમાં એફપીપીસીએના ચાર્જ કરતા નોંધપાત્ર રીતે નીચે રહેશે એવું ટોરેન્‍ટ પાવરની અખબારી યાદીમાં પણ જણાવાયું છે.

Related posts

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

vartmanpravah

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

દાનહમાં ‘‘હિન્‍દી પખવાડા”નો સમાપન અનેઈનામ વિતરણ સમારોહ આનંદ-ઉત્‍સાહ સાથે સંપન્ન

vartmanpravah

સેલવાસ નગરપાલિકાએ સેફટીક ટેન્‍કની સફાઈ માટે હેલ્‍પલાઇન નંબર જારી કર્યો

vartmanpravah

નવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડી

vartmanpravah

Leave a Comment