Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

હવે આગામી તા.16 ફેબ્રુ.એ કાળા કપડા ધારણ કરી ફરજ બજાવશે, તા.23 મીએ ગાંધીનગરમાં ધરણાં

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: ગુજરાત સરકારના કર્મચારીઓના મુખ્‍ય પ્રશ્નો જેવા કે, જુની પેન્‍શન યોજના લાગુ કરવી, ફિક્‍સ પગારની નીતિ મુળ અસરથી દૂર કરવી (ફિક્‍સ પગાર, જ્ઞાન સહાયક અને કરાર આધારિત નિમણૂક) તથા તા.16-09-2022ના રોજ સરકારશ્રી સાથે થયેલા સમાધાન મુજબના ઠરાવ માટે બાકી રહેલા પ્રશ્નો અંગે સરકારમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નોનું સકારાત્‍મક નિરાકરણ આવ્‍યું નથી. જેથી ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્‍ય સંયુક્‍ત કર્મચારી મોરચાની તા.4 ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થવાથી તા.14 ફેબ્રુઆરીનારોજથી તબક્કાવાર આંદોલનાત્‍મક કાર્યક્રમોનું જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ તા.14 અને 15 ફેબ્રુ.ના રોજ સમગ્ર રાજ્‍યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કચેરી વડાને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી ફરજ બજાવશે.
ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળના આહવાનને સમર્થન આપી તા.14મી ના રોજ વલસાડ જિલ્લાની તિજોરી કચેરી, આરોગ્‍ય ખાતાની કચેરી, પ્રાથમિક શિક્ષકો, જિલ્લા માહિતી કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કચેરી અને કલેકટર કચેરીના વિવિધ વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. હવે આગામી તા.16 ફેબ્રુ.ના રોજ સમગ્ર રાજ્‍યના કર્મચારીઓ કાળા કપડા ધારણ કરી ફરજ બજાવશે અને મુખ્‍યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી ફરજ બજાવશે. તા.23 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમમાં બપોરે 12 થી 3 કલાક સુધી હાજરી આપશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રિપલઅકસ્‍માત સર્જાયો : કન્‍ટેનર પલટી મારી જતા ટ્રાફિકમાં ટ્રકએ કારને ટક્કર મારી ઘસડી ગયો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત‘ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment