September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર સતત વાહન ટક્કરથી બાઈક સવારના મોતનો બીજો બનાવ

સ્‍વીગીનો ડિલેવરી બોય બબલુ બલીઠા તરફથી ગુંજન ડિલેવરી કરવા જતા અજાણ્‍યા વાહને ટક્કર મારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05 : વાપી હાઈવે ઉપર રોજેરોજ અકસ્‍માતો સર્જાઈ રહ્યા છે. ગઈકાલે કરમબેલાના યુવાનની બાઈકને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી દેતા ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. આજે ગુરૂવારે પણ સુરત તરફ જતા હાઈવે ઉપર જઈ રહેલ સ્‍વીગીના ડિલેવરી બોયની મોટર સાયકલને અજાણ્‍યા વાહને ટક્કર મારી દેતા ઘટના સ્‍થળે મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી ને.હા.નં.48 ઉપર ઓવરબ્રિજથી સુરત તરફ જતા માર્ગ ઉપર હોટલ આનંદ ઈન સામે અકસ્‍માત સર્જાયો હતો. બબલુ નામનો સ્‍વીગીનો ડિલેવરી બોય હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર બાઈક ઉપર ડિલેવરી કરવા જઈ રહ્યો હતો તેની બાઈકને કોઈ અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી દેતા બબલુ નીચે પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્‍માતની જાણ સુમોટો કેમિકલમાં કામ કરતા મોટાભાઈ સલમાન મોહન મીરજકરને થતા સ્‍થળ ઉપર આવી ગયો હતો. પરંતુ 108 ના તબીબે બબલુને મૃત જાહેર કર્યો હતો. અકસ્‍માત અંગે જીઆઈડીસી પોલીસમાં મરનારના ભાઈ સલમાનની ફરિયાદ આધારે પોલીસે અજાણ્‍યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વાપી હાઈવે ઉપર સતત બે દિવસથી ફેટલ અકસ્‍માતો બન્‍યાછે.

Related posts

ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્‍યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્‍નેહમિલન કાર્યક્રમ

vartmanpravah

ચીખલીના મલિયાધરાથી દારૂ ભરેલ કાર ઝડપાઈઃ રૂ. ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલે શંકરસુબ્રમણ્‍યનને એમડી અને સીઈઓ તરીકે નિયુક્‍ત કર્યા

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah

દમણમાં 76મા સ્‍વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment