(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપી જીઆઈડીસીમાં 14 સપ્ટેમ્બર 1995માં સ્થાપાયેલી લાયન્સ ક્લબ ઓફ વાપી ગ્રેટર 29 વર્ષ જુની ક્લબ છે, જે સંયુક્ત આયોજનોમાં સક્ષમ નેતૃત્વ કરવા માટે સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં જાણીતી છે. આ લાયન્સ ક્લબમાંથી પાંચ ઝોન ચેરપર્સન તેમજ રીજીયન ચેરપર્સન લાયન ગિરીશ પટેલ, એલ.એસ.એન રાવ, સલીમ કુરેશી, સતીષ પટેલ અને ક્લબના વડિલ રામસિંહ દેસાઈ બન્યા છે. વાપી ગ્રેટર ક્લબે વરિષ્ઠ લાયન રામસિંહ દેસાઈ, લલિત ગર્ગ, સલીમ કુરેશી, સતીષ પટેલ, અને ઉમા પરીખ સહિત કુલ પાંચ એમજેએફ લાયન્સ ડિસ્ટ્રિક્ટ અને ઈન્ટરનેશનલમાં આપ્યા છે. એમજેએફ લાયન ઉમા પરિખ ઝોન ચેરપર્સન પણ બન્યા છે. લાયન્સ વાપી ગ્રેટર તમામ સભ્યોના સાથ સહકારથી વિવિધ પરમેનેન્ટ પ્રોજેક્ટો કરી રહી છે, જેમાં એરકંડિશન કોફિન બોક્ષો, જે વાપીની જનસેવા હોસ્પિટલ ખાતે તેમજ વલસાડ- તીથલ, પારડી, ઉદવાડા, સરીગામ-ભિલાડ, ઉમરગામ લાયન્સ ક્લબો હેઠળ કાર્યરત છે. સિનીયર લાયન સભ્યો નવલ મોદી, ઓમપ્રકાશ ભટ્ટાર, ભરત ઝાખરિયા, વર્માજી તેમજ કાંચવાલા કપલથી શોભતી વાપી ગ્રેટર ક્લબ છેલ્લાં 20 વર્ષથી દર વર્ષે ચલા, ઉદવાડા તેમજ પલસાણાનીપ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકોને નોટબુક, સ્કુલ કિટ, ચોકલેટ- બિસ્કિટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત જનસેવા વાપી હોસ્પિટલ ખાતે દર મહિને એક કિડની પેશન્ટને ડાયાલીસીસ સારવાર આપવામાં આવે છે. ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેક-અપ કેમ્પ, ડેન્ટલ ચેક-અપ કેમ્પ, આઈ ચેક-અપનું પણ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આગામી રવિવારે ભિલાડ નંદિગ્રામથી પાંચ કિલોમિટર અંતરે હાઈવે નજીક આવેલ શ્રી દિગંર જૈન તિર્થધામ, જૈન શરણમ્ મંદિરમાં યોજાનાર રીજીયન ચેરપર્સન લાયન. મિનાક્ષી કેસરવાનીની અધ્યક્ષતામાં યોજાનાર સંયુક્ત શપથવિધીમાં લાયન્સ ક્લબ વાપી ગ્રેટરના આગામી પ્રમુખપદે મહિલા લાયન પ્રેમિલા આલુરી વર્મા, મંત્રીપદે સલીમ કુરેશી, ખજાનચીપદે સમીર પરિખ શપથગ્રહણ કરશે.
