March 29, 2024
Vartman Pravah
ગુજરાતવલસાડ

ધોડીપાડા ખાતે મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી:  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે

કપરાડાના ઊંડાણના ગામડાઓના વર્ષોથી ખખડધજ બનેલા રસ્તાઓ બાબતે પણ વિચાર કરવામાં આવે ઍવી લોક લાગણી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
               વલસાડ, તા.૦૨ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગત દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં રસ્તા તેમજ લોકોની ઘરવખરીને નુકસાન થયું હતું. આ ઉપરાંત ઘરનું રાશન પણ પલળી જવા પામ્યું હતું. આ અસરગ્રસ્તોને સત્વરે સહાય મળે તેમજ જ્યાં-જ્યાં રસ્તાઓનું ધોવાણ થયું છે તેના મરામતની કામગીરી ઝડપભેર થાય તેના આયોજન માટે ધોડીપાડા ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીઍ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાની સ્થળ મુલાકાત લીધી છે અને તેના મરામતની કામગીરી આવતીકાલથી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે. જ્યારે જે વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાયાં હતાં અને રાશન પણ પલળી જવા પામ્યું હતું તેવા કુટુંબોને રાશનકીટ આપવામાં આવી છે. ઉમરગામ નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આશરો લીધેલા લોકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરાયું હોવાનું મંત્રીશ્રીઍ વધુમાં જણાવાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી સાથે પરામર્શ કરી ૧૬૦ જેટલા વ્યક્તિઅોને ઘરવખરી સહાય આજે ચૂકવી દેવામાં આવશે. જેમના ઘરો પડી ગયા છે તેવા પરિવારોને સ્વભંડોળમાંથી સહાય આપવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત, માર્ગ અને મકાન વિભાગના તેજસભાઈ અને ભાવિનભાઈ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, જિલ્લા પંચાયત દંડક દીપકભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય જીજ્ઞેશ મરોલીકર, નગરપાલિકા, મામલતદાર કચેરીના અધિકારીઓ, મરોલી, માણેકપોર, વંકાસ, માંડા, સરઈ, આહુ ગામના સરપંચ, તાલુકા પંચાયત સભ્યો વગેરે હાજર રહ્નાયા હતા.
અત્રે યાદ રહે કે, ગુજરાતના છેવાડે આવેલા કપરાડા તાલુકાના કેટલાય ગામડાઅોમાં વર્ષોથી આંતરિક રસ્તાઓ અત્યંત ખખધડજ અવસ્થામાં છે, પરંતુ આ બાબતે ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તંત્રના અધિકારીઓ, અજાણ હોય ઍમ પ્રતિત થઈ રહ્નાં છે. તેથી મંત્રીશ્રીઍ ઊંડાણ વિસ્તારમાં આવેલા ગામડા ઍવા નિલોશી, ચેપા, મોટી પલસાણ, સુલિયા જેવા ગામડાઓની મુલાકાત કરી પરિસ્થિતિથી વાકેફ થાય ઍ ઘણું જરૂરી છે.

Related posts

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

નવસારી: અબ્રામા ખાતે ભારતીય કળષિ અનુસંધાન પરિષદના 93 મા સ્‍થાપનાદિનની ઉજવણી

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વસંત પંચમી અને ‘માતૃ-પિતૃ પૂજન’ દિનની ભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

vartmanpravah

Leave a Comment