(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: ગત તારીખ 11/10/2024 ની રાત્રે મોટી ઢોલડુંગળી ગામે ગામદેવી પાસે આખી રાત માઁ પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરવામાં આવી અને ગામની સુખાકારી, આરોગ્ય સારુ રહે, ખેતરમાં આવેલ નવું ધાન્યના વધામણા કર્યા અને બીજા દિવસે સવારે આખુ ગામ ભેગું થઈ ગામના સીમાડે હવન કરી ગામ લોકો ભેગા થઈ ગામની એકતા, સંગઠન માટેની વાત કરવામાં આવી હતી.
અમારા વડીલોએ આપેલ વારસો અને વર્ષો જૂની પરંપરા આજે પણ અમારા ગામના વડીલો અને યુવાનો દ્વારા જાળવી રાખેલ છે. આઆદિવાસી સમાજના વરસાને આવનાર પેઢી પણ ગર્વભેર જાળવી શકે એ માટેના વડીલો દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા.
આ કોઈ અંધશ્રદ્ધા નથી અમારા પૂર્વજો દ્વારા આપેલ વરસાને જાળવી રાખવાનો એક નાનકડો પ્રયાસ છે.
જ્યાં ગામના ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમ પટેલ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ઉમેદ પટેલ, મહેન્દ્ર પટેલ, જયેશ પટેલ, નયન પટેલ, મગન પટેલ, સુનિલ પટેલ, ગામના વડીલો, યુવાનો અને ખાસ કરીને ગુંદી ફળિયાના સામાજિક આગેવાન હરેશભાઈ અને સુરેશભાઈ હાજર રહ્યા હતા.
