December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરાગત પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: ગત તારીખ 11/10/2024 ની રાત્રે મોટી ઢોલડુંગળી ગામે ગામદેવી પાસે આખી રાત માઁ પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરવામાં આવી અને ગામની સુખાકારી, આરોગ્‍ય સારુ રહે, ખેતરમાં આવેલ નવું ધાન્‍યના વધામણા કર્યા અને બીજા દિવસે સવારે આખુ ગામ ભેગું થઈ ગામના સીમાડે હવન કરી ગામ લોકો ભેગા થઈ ગામની એકતા, સંગઠન માટેની વાત કરવામાં આવી હતી.
અમારા વડીલોએ આપેલ વારસો અને વર્ષો જૂની પરંપરા આજે પણ અમારા ગામના વડીલો અને યુવાનો દ્વારા જાળવી રાખેલ છે. આઆદિવાસી સમાજના વરસાને આવનાર પેઢી પણ ગર્વભેર જાળવી શકે એ માટેના વડીલો દ્વારા સૂચન કરવામાં આવ્‍યા હતા.
આ કોઈ અંધશ્રદ્ધા નથી અમારા પૂર્વજો દ્વારા આપેલ વરસાને જાળવી રાખવાનો એક નાનકડો પ્રયાસ છે.
જ્‍યાં ગામના ડેપ્‍યુટી સરપંચ શ્રી વિલિયમ પટેલ ગ્રામ પંચાયતના સભ્‍યશ્રીઓ ઉમેદ પટેલ, મહેન્‍દ્ર પટેલ, જયેશ પટેલ, નયન પટેલ, મગન પટેલ, સુનિલ પટેલ, ગામના વડીલો, યુવાનો અને ખાસ કરીને ગુંદી ફળિયાના સામાજિક આગેવાન હરેશભાઈ અને સુરેશભાઈ હાજર રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ કારોબારી અને ન્‍યાય સમિતિઓની અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

દાદરા ગામના ઉદ્યોગપતિ ગુમ થતાં ફરિયાદ

vartmanpravah

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં મરઘીનો શિકાર કરવા આવેલ ૯ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

Leave a Comment