Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૩: મધ્યપ્રદેશથી તા. ૨૭-૦૬-૨૦૨૩ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દેશના ૧૭ રાજ્યોમાં સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન કાર્યક્રમનો પ્રારંભ થનાર છે. ગુજરાત રાજયમાં ૧૪ આદિજાતી જિલ્લાઓમાં પણ આ કાર્યક્રમ આયોજીત થશે. વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકાના હરિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ તકનીકી શિક્ષણ, કાયદો, ન્યાય, વિધાનસભા અને સંસદીય બાબતોના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોર ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ દરમ્યાન સિકલસેલના દર્દીઓ તથા સિકલસેલ ટ્રેઇટ (વાહક)ને નવા કાર્ડોનું વિતરણ કરવામાં આવશે. હાલમાં હયાત સિકલસેલ દર્દીઓને જરૂરી સારવાર અને માર્ગદર્શન વિના મૂલ્યે આપવામાં આવે છે. સિકલસેલ દર્દીઓને જરૂર જણાયે વિના મૂલ્યે લોહી આપવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તમામ આદિજાતી લોકોની સિકલસેલની તપાસ કરવાનો છે. હાલમાં વલસાડ જિલ્લામાં હયાત સિકલસેલ દર્દીઓની સંખ્યા- ૨૫૬૨ અને સિકલસેલ ટ્રેઇટની સંખ્યા- ૬૨૩૮૦ છે. સિકલસેલ એનિમિયા નાબૂદી માટે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહી સારી કામગીરી કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સિકલસેલ દર્દીઓ- ૯૭ તેમજ સિકલસેલ ટ્રેઇટ- ૨૫૦૮ મળી આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિકલસેલ એનિમિયા રોગની ગંભીરતાને ધ્યાને લેતા ગુજરાત સરકારે વર્ષ-૨૦૦૬ થી આદિજાતી જિલ્લાઓમાં આદિવાસીઓના આરોગ્યનું આગોતરું આયોજન હાથ ધરી સિકલસેલ એનિમિયા કાર્યક્રમ કાર્યરત કર્યો હતો. હાલમાં વલસાડ જિલ્લામાં ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ૨૪×૭ ડે કેર કાર્યરત છે એવુ વલસાડ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

પારડીની એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત

vartmanpravah

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment