(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ ખાનવેલ પેટાવિભાગમાં સ્થિત બેસદા, વાંસદા અને સિંદોનીના ત્રિજંક્શન ખાતે 1410 ફૂટના સૌથી ઊંચા શિખર પર ચડીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ શિખર કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી ઊંચું છે. જેમાં દાનહના એસ.પી. શ્રી આર. પી. મીના,આરડીસી કમ એસડીએમ સેલવાસ સુશ્રી ચાર્મી પારેખ, આરડીસી કમ એસડીએમ ખાનવેલ ડો. સુનાભ સિંઘ, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, એસડીપીઓ શ્રી મણી ભૂષણ સિંઘ અને જિલ્લા પંચાયતના સીઈઓ ડો. અપૂર્વ શર્માએ ભાગ લઈ ‘હર ઘર તિરંગા’ અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.