(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: પારડી તાલુકાના અરનાલા ગામ પારસી ફળીયામાં રહેતી મનીષાબેન વાસુભાઈ ગાંગોડે નજીકમાં આવેલી કોલક નદીમાં કપડાં ઘોવવા માટે પોતાની છોકરી સાથે ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ દિપ્તીબેન અતિષભાઈ નાયકા મોજે અરનાલા ગામ દ્વારા પારડી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. મરણ જનાર મનીષાબેન વાસુભાઈ શીવરામભાઈગાંગોડે ઉ.વ.41, અરનાલા ગામ પારસી ફળીયું તા.પારડી જી.વલસાડ તા.24/10/2024 અરનાલા ગામ કોલક ખાડી તા.પારડી જી. વલસાડ ખાતે કપડા ધોવા માટે સાથે ગયેલ હતા અને કપડા ધોતા હતા તે વખતે મારી માતાનો પગ ખાડીના પાણીમાં લપસી જતા જે કોલક ખાડીના ઉંડા પાણીમાં પડી ગયેલ જેથી મેં બુમો પાડી આજુબાજુમાં કોલક ખાડી ઉપર આવેલ માણસોને બોલાવી મારી માતાને બચાવવા જણાવેલ પરંતું કોલક ખાડીના ઉંડા પાણી શોધખોળ કરતા મારી માતા મળી આવેલ નહી અને આશરે એકાદ કલાક જેટલુ પાણીમાં શોધખોળ કરતા ત્યાર બાદ મારી માતા મળી આવેલ જેથી અમોએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી તેમા મારા માતાને મુકી નાનાપોંઢા સી.એચ.સી હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ ઉપર ડો.શ્રી નાઓએ મારી માતાને ચેક કરી જોતા જે મરણ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું. આ અકસ્માતની ઘટના પારડી ત.ક. અમલદાર એચસી દિનેશભાઈ અભેસિંહભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.
