October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

આઈસ સ્‍ટોક સ્‍પોર્ટ્‌સ એસોસિએશન દ્વારા દાનહ અને દમણ-દીવ માટે સમર વર્ઝન ટ્રેનિંગ કેમ્‍પનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ ખાતેઆઈસ સ્‍ટોક સ્‍પોર્ટ્‌સ એસોસિએશન દ્વારા દાનહ અને દમણ-દીવ માટે સમર વર્જન ટ્રેનિંગ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આઈસ સ્‍ટોક ગેમ વિન્‍ટર ઓલમ્‍પિકમાં રમવામાં આવે છે. આ ટ્રેનિંગ કેમ્‍પમાં ખેલાડીઓને આઈસ સ્‍ટોક ગેમના નિયમોની જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી અસ્‍પી દમણિયા ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે કેમ્‍પના તમામ ખેલાડીઓને મેડલ આપી સન્‍માનિત કર્યા હતા. કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ગુજરાત એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્‍ટ શ્રી વિકાસ કુમાર ઉપસ્‍થિત રહ્યા હતા સાથે સાથે ગુજરાતથી આવેલ નેશનલ ખેલાડીઓ પૃથ્‍વી અને દૃષ્‍ટિએ ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.
દાનહ અને દમણ એસોસિએશનના સેક્રેટરી ફિલીયા થોમસને તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કર્યા હતા અને ઓનર એકેડમીને આ સફળ કાર્યક્રમના આયોજન બદલ આભાર માન્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

Leave a Comment