January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

નવસારી જિલ્લામાં આગામી તા.23થી 25 જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લાના 102327 જેટલા બાળકોને આવરી લેવાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.18: રાજ્‍ય સરકારનાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્‍ય સહિત નવસારી જિલ્લામાં તા.23થી25જૂન-2024 દરમિયાન પલ્‍સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં ફત્‍ઝ – નેશનલ ઈમ્‍યુનાઈઝેશન ડે પલ્‍સ પોલિયો સ્‍ટીયરિંગ કમિટીની બેઠક કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
જિલ્લામાં યોજાનારી આ ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાનાં 0 થી 5(પાંચ) વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ 102327 જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્‍યો છે. જિલ્લાનાં આરોગ્‍ય કર્મીઓ દ્વારા આ બાળકોને પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે. બેઠક દરમિયાન જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ગત વર્ષોની કામગીરી અને આગામી આયોજન અંગે પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી વિસ્‍તૃતમાં જાણકારી આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ જિલ્લામાં આ અભિયાનનો પ્રચાર પ્રસાર લોકો સુધી પહોંચે તે માટે યોગ્‍ય આયોજન કરવાનું ખાસ સૂચન કર્યું હતું. ઉપરાંત પોલિયોની કામગીરીનું મોનિટરિંગ થતું રહે જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્‍યું હતું.
નવસારી જિલ્લામાં પોલિયો ઝુંબેશમાં કુલ 505 બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. આ સાથે હાઉસ ટુ હાઉસ 1229 ટીમ, 23 ટ્રાંઝીસ્‍ટ ટીમ, 16 મોબાઈલ ટીમ દ્વારાપોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં માટેનું આયોજન જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા સુનિヘતિ કરવામાં આવ્‍યું છે.
આ બેઠકમાં , પ્રોબેશનર આઈ.એ.એસ.અધિકારી વૈશાલી આર, નાયબ જિલ્લા કલેટરશ્રી કેયુર ઈટાલીયા, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી ડૉ.રંગુનવાલા સહિત આરોગ્‍ય વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્‍ટેડ

vartmanpravah

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

Leave a Comment