રાજભા ગઢવીએ એક કાર્યક્રમમાં આદિવાસી વિરુદ્ધ આપત્તીજનક ટિપ્પણી કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: આજરોજ તા.25/10/2024 ના દિને ધરમપુર ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી વલસાડ અને પી.આઈ. શ્રી ધરમપુરને રાજભા ગઢવી પર એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદદાખલ કરવા બાબતે આદિવાસી સમાજ ધરમપુર દ્વારા ફરિયાદ કરવામાં આવી રાજભા ગઢવી દ્વારા આદિવાસી સમાજ માટે જાહેર મંચ પરથી જંગલી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને લઇ આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગુજરાતના ડાંગ જિલ્લામાંથી પસાર થાય તો ત્યાંના જંગલીઓ કપડાં પણ લૂંટી લે છે એવુ આદિવાસી સમાજની લાગણી દુભાય એવુ ઈરાદા પૂર્વક ટીપણી કરેલ હોઈ ગુજરાત તથા ડાંગ, ધરમપુર, કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં બહારથી અનેક લોકો ફરવા માટે આવતા હોય છે પરંતુ અમારા આદિવાસી લોકોએ આજદિન સુધી કોઈના કપડા કાઢી લીધા નથી. અમારા લોકો ભલે ગરીબ હોય નાગલીની રોટલી અને ચટણી ખાઈને જીવે છે પરંતુ આજદિન સુધી કોઈના કપડાં કાઢી લીધા નથી. માન્ય સુપ્રીમ કોર્ટે પણ કીધું છે આદિવાસી સમાજ જ આ દેશનો મૂળ માલિક છે. બીજા બધા બહારથી આવેલા છે. એટલે આ દેશનો મૂળ માલિક આદિવાસી સમાજ વિશે જંગલી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આખા આદિવાસી સમાજની માંગણી છે કે આ રાજભા ગઢવી પર એટ્રોસિટી એક હેઠળ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે જે વ્યક્તિ લોકડાયરો કરી એક સમાજને ઉંચા બતાવવા માટે બીજા સમાજને નીચો બતાવવાની કોશિશ જાહેર મંચ પરથીકરી છે જે ચલાવી લેવામાં નહિ આવે નહીં તો આગામી દિવસોમાં આખો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે અને આદિવાસી વિસ્તારના જંગલોમાં બહારથી ફરવા માટે આવતા લોકો પર આદિવાસી સમાજ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવશે. જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હિતેચ્છુઓ ફરિયાદ આપવામાં આવી હતી.