Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડૂબી જતાં મહિલાનુ મોતઃ અરનાલા ગામની કોલક નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલા ડૂબી જવાથી મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: પારડી તાલુકાના અરનાલા ગામ પારસી ફળીયામાં રહેતી મનીષાબેન વાસુભાઈ ગાંગોડે નજીકમાં આવેલી કોલક નદીમાં કપડાં ઘોવવા માટે પોતાની છોકરી સાથે ગઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ દિપ્તીબેન અતિષભાઈ નાયકા મોજે અરનાલા ગામ દ્વારા પારડી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. મરણ જનાર મનીષાબેન વાસુભાઈ શીવરામભાઈગાંગોડે ઉ.વ.41, અરનાલા ગામ પારસી ફળીયું તા.પારડી જી.વલસાડ તા.24/10/2024 અરનાલા ગામ કોલક ખાડી તા.પારડી જી. વલસાડ ખાતે કપડા ધોવા માટે સાથે ગયેલ હતા અને કપડા ધોતા હતા તે વખતે મારી માતાનો પગ ખાડીના પાણીમાં લપસી જતા જે કોલક ખાડીના ઉંડા પાણીમાં પડી ગયેલ જેથી મેં બુમો પાડી આજુબાજુમાં કોલક ખાડી ઉપર આવેલ માણસોને બોલાવી મારી માતાને બચાવવા જણાવેલ પરંતું કોલક ખાડીના ઉંડા પાણી શોધખોળ કરતા મારી માતા મળી આવેલ નહી અને આશરે એકાદ કલાક જેટલુ પાણીમાં શોધખોળ કરતા ત્‍યાર બાદ મારી માતા મળી આવેલ જેથી અમોએ 108 એમ્‍બ્‍યુલન્‍સને ફોન કરી બોલાવી તેમા મારા માતાને મુકી નાનાપોંઢા સી.એચ.સી હોસ્‍પિટલ ખાતે લઇ જતા ફરજ ઉપર ડો.શ્રી નાઓએ મારી માતાને ચેક કરી જોતા જે મરણ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું. આ અકસ્‍માતની ઘટના પારડી ત.ક. અમલદાર એચસી દિનેશભાઈ અભેસિંહભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.

Related posts

સેલવાસ ન.પા.ના સભાખંડમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં અટાર ખાતે સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર અમદાવાદ દ્વારા સ્‍પેસ એક્‍ઝિબિશનનો પ્રારંભ

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

યુપીએ સરકારના સમયમાં થયેલ અને મોદી સરકારમાં ઉદ્‌ઘાટન પામેલ વિકાસ કામમાં ગોબાચારી સામે આવી દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રિજ ઉપર ગાબડું પડતા સ્‍લેબના સળિયા દેખાવા લાગ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

Leave a Comment