(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.25: ચીખલી તાલુકાના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલ પાછળ બેસેલ કાંતાબેન પટેલ નીચે પટકાતા શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર મીનાબેન જયંતીભાઈ પટેલ (રહે.બોડવાક દાદરા ફળિયા તા.ચીખલી, જી.નવસારી) પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર પુત્ર જીતેશ પટેલ અને તેની માતા કાંતાબેન પટેલસાથે સુરતના મહુવા ખાતે જમીન બાબતે કોર્ટમાં જવા માટે નીકળ્યા હતા. આ દરમ્યાન ચીખલી તાલુકાના ટાંકલ તળાવ ફળિયા ખાતે ટાંકલ-સરૈયા માર્ગ ઉપર સ્પેલેન્ડર મોટર સાયકલ નં.જીજે-21-એએલ-1779 ના ચાલક જીતેશકુમાર જયંતીલાલ પટેલે પોતાના કબજાની મોટર સાયકલને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા પાછળ બેથેલ કાંતાબેન શંકરભાઈ પ્રભુભાઈ પટેલ મો.સા ઉપરથી પડી જતા હાથ, પગના ભાગે મૂઢ માર વાગતા ઉલટી થવા લાગી હતી.
જેને પગલે જીતેશભાઈ પટેલે 108 ની મદદથી કાંટાબેન પટેલને ટાંકલ પીએચસી ખાતે સારવાર માટે લઈ જવાયા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ મીનાબેન પટેલે કરતા પોલીસે મોટર સાયકલ ચાલક જીતેશકુમાર જયંતીભાઈ પટેલ (રહે.બોડવાંક, દાદરા ફરીયા તા.ચીખલી) સામે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.