(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.19: ડો.રીટાબહેન પટેલ જેઓનું મૂળ વતન નવસારી જિલ્લાનું ટાંકલ ગામ છે. જેઓ સેવાકીય એવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ આઈટીબીપીના પેરા મિલેટરી ફોર્સના કંપની કમાંડર (મેડિકલ) તરીકે દેશસેવાની ફરજમાં જોતરાઈ કુટુંબ સમાજને અનેરૂગૌરવ અપાવ્યું છે. આ ફરજ દરમ્યાન વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી અનેક ‘‘મેડલ” ના હકદાર પણ બન્યા હતા. જેઓ અરૂણાચલ ખાતે પેરા મિલેટરી ફોર્સમાં ડી.આઈ.જી. તરીકે કાર્યરત હતા. હાલમાં જ તેમણે આઈ.જી. તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત આદિવાસી સમાજ સંભવત ગુજરાત રાજ્યના પ્રથમ ‘‘નારી રત્ન” તરીકે સમગ્ર રાજ્ય, સમાજ, કુટુંબ અને ગામને અનેરૂ ગૌરવ અપાનાર ડો.રીટાબહેનને ‘‘સેલ્યુટ” છે. જેઓ ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા સેવાભાવી ડો.ગંભીરભાઈ અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય સ્વ.શ્રીમતી અરૂણાબહેનના પુત્રી રત્ન છે. એમના પતિશ્રી શરદકુમાર પણ આઈટીબીપીમાં આઈ.જી. તરીકે ફરજ બજાવે છે. મૂળ નવસારી જિલ્લાના ડો.રીટાબહેનને સમગ્ર નવસારી જિલ્લા તથા ધોડિયા સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
