June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં ‘‘આપણુ શૌચાલય, આપણુ સન્‍માન” થીમ હેઠળ વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે ગામડાઓમાં સ્‍વચ્‍છતાને લગતી વિવિધ સાફ સફાઈના કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા. આગામી દિવસોમાં પણ સ્‍વચ્‍છતાને લગતા આ કાર્યક્રમો ચાલુ રહેશે. ગ્રામ્‍ય કક્ષાએ સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બનાવવામાં આવેલા સામુહિક શૌચાલયનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે જર્જરિત થયેલા ઘ્‍લ્‍ઘ્‍ નું મરામત પણ કરવામાં આવશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી હેઠળના તમામ તાલુકાઓમાં લ્‍ગ્‍પ્‍-ઞ્‍ યોજના હેઠળ ધરમપુર તાલુકાના તુંબી અને કરંજવેરી ગામે, કપરાડા તાલુકાના જોગવેલ ગામે, પારડી તાલુકાના સરોધી અને ઉદવાડા ગામે, ઉમરગામ તાલુકાના ખત્તલવાડા ગામે, વલસાડ તાલુકાના કાપરીયા અને તિથલ ગામે તેમજ વાપી તાલુકાના કોપરલી ખાતે સામુહિક શૌચાલય અને વ્‍યક્‍તિગત શૌચાલયની સાફ સફાઈની કામગીરી કરી વિશ્વશૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનેટરનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગોવા મુલાકાતનું હકારાત્‍મક પરિણામ: દમણ-દીવ સહકારી બેંકના બાકી નિકળતા લેણાં પેટે રૂા.50 કરોડ ગોવા બેંકે પરત કર્યા

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ૪૦મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

Leave a Comment