Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડ

આજે દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવને આનંદ-ઉલ્લાસથી ઉજવાશે

બપોરે 2:50 થી શરૂ થનાર કાર્યક્રમમાં બોટ રેસિંગ અને તરણ સ્‍પર્ધા મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : આવતી કાલે લાયન્‍સ પરિવાર દ્વારા 53મા નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવનું આયોજન શ્રી સમુદ્ર નારાયણ મંદિર જેટી નાની દમણ ખાતે કરવામાં આવ્‍યું છે. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને અતિથિ વિશેષ પદે સાંસદ લાલુભાઈ પટેલ તથા લાયન્‍સ ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફ-2ના ગવર્નર લાયન દિપક પખાલે ઉપસ્‍થિત રહેવાના હોવાની જાણકારી આપવામાં આવી છે.
આ પ્રસંગે વિશેષ આમંત્રિત તરીકે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિતસિંઘલા, નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, ડી.આઈ.જી.પી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરે, જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ તથા દમણ નગરપાલિકા અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાને સ્‍થાન આપવામાં આવ્‍યું છે.
આવતી કાલે બપોરના 2:50 વાગ્‍યે દરિયાલાલની પૂજા સાથે નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવનો આરંભ થશે. જેમાં લાયન્‍સ ક્‍લબ દ્વારા બોટ રેસિંગ અને તરણ સ્‍પર્ધા તથા પ્રદેશના સ્‍પોર્ટ્‍સ વિભાગ દ્વારા મલખંબ તથા દોરડાખેંચની સ્‍પર્ધા પણ રમાશે. આ તમામ રમતો ચર્ચ ગ્રાઉન્‍ડ ખાતે યોજાશે અને ત્‍યાં જ ઈનામનું વિતરણ પણ કરાશે.

Related posts

લવાછા રામેશ્વર મહાદેવ મંદિરના રખ રખાવ-સાર સંભાળમાં ટ્રસ્‍ટીઓની નિષ્‍ફળતા સામે ગ્રામજનોએ બાંયો ચઢાવી

vartmanpravah

બગવાડા હાઈવે પર કન્‍ટેનર પાછળ BMW કાર ઘૂસી જતા કારનો ખુરદો: એર બેગ ખુલી જતા કારમાં સવાર તમામનો સામન્‍ય ઈજા સાથે બચાવ

vartmanpravah

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત દમણઃ દુણેઠા ગ્રા.પં.ના સરપંચ સવિતાબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સર્વાંગી વિકાસના જયઘોષ સાથે યોજાઈ ગ્રામસભા

vartmanpravah

કોવિડ-19ના રોકથામ હેતુ પૂર્વ તૈયારીના ભાગરૂપે સંઘપ્રદેશમાં દાનહ અને દમણ-દીવની સરકારી હોસ્‍પિટલોમાં મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

માનવતાની મહેક પ્રસરાવતી પારડી હોસ્‍પિટલ

vartmanpravah

Leave a Comment