Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતનું ગૌરવ-આદિવાસી સમાજનું અણમોલ નારી રત્‍ન: ટાંકલ ગામના ડો.રીટાબેન પટેલે આઈજી તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.19: ડો.રીટાબહેન પટેલ જેઓનું મૂળ વતન નવસારી જિલ્લાનું ટાંકલ ગામ છે. જેઓ સેવાકીય એવા તબીબી વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ આઈટીબીપીના પેરા મિલેટરી ફોર્સના કંપની કમાંડર (મેડિકલ) તરીકે દેશસેવાની ફરજમાં જોતરાઈ કુટુંબ સમાજને અનેરૂગૌરવ અપાવ્‍યું છે. આ ફરજ દરમ્‍યાન વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી અનેક ‘‘મેડલ” ના હકદાર પણ બન્‍યા હતા. જેઓ અરૂણાચલ ખાતે પેરા મિલેટરી ફોર્સમાં ડી.આઈ.જી. તરીકે કાર્યરત હતા. હાલમાં જ તેમણે આઈ.જી. તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત આદિવાસી સમાજ સંભવત ગુજરાત રાજ્‍યના પ્રથમ ‘‘નારી રત્‍ન” તરીકે સમગ્ર રાજ્‍ય, સમાજ, કુટુંબ અને ગામને અનેરૂ ગૌરવ અપાનાર ડો.રીટાબહેનને ‘‘સેલ્‍યુટ” છે. જેઓ ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા સેવાભાવી ડો.ગંભીરભાઈ અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્‍ય સ્‍વ.શ્રીમતી અરૂણાબહેનના પુત્રી રત્‍ન છે. એમના પતિશ્રી શરદકુમાર પણ આઈટીબીપીમાં આઈ.જી. તરીકે ફરજ બજાવે છે. મૂળ નવસારી જિલ્લાના ડો.રીટાબહેનને સમગ્ર નવસારી જિલ્લા તથા ધોડિયા સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Related posts

દીવમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે આજે ફરી આગ લાગી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

આજે દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવને આનંદ-ઉલ્લાસથી ઉજવાશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment