Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરવાસા ગામના બંધ ઘરમાં આગ લાગતા ઘર સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ: આશરે 10 લાખથી વધુનું નુકસાન

પહેરેલા કપડા સિવાય અન્‍ય કંઈ નહીં બચતા પરિવાર દયનીય સ્‍થિતિમાં: ઘર વિહોણા થયેલ પરિવારને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાંથી ઘર મળે એવી આશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડીના પરવાસા ખાતે રહેતા જયેશભાઈ ખુશાલભાઈ પટેલ ગઈકાલે રાતે પત્‍ની મીનાક્ષી સાથે બરોડા પારુલ યુનિવર્સિટીમાં ગ્‍ઘ્‍ખ્‍માં અભ્‍યાસ કરતા પુત્ર મયંકને લેવા માટે ઘર બંધ કરી વલસાડ રેલવે સ્‍ટેશન ગયા હતા.
આ દરમિયાન કોઈ કારણસર એમના બંધ ઘરમાં આગ લાગી હતી. લીપણ વારુ અને લાકડાનું ઘર હોવાને લઈ આ આગે ટૂંક જ સમયમાં વિકરાળ સ્‍વરૂપ લઈ લીધું હતું. બંધ ઘરમાં લાગેલી આગ લોકોના નજરમાં ન આવતા ઘરનો સંપૂર્ણ સમાન ફ્રીઝ, ટીવી, કબાટ, કબાટમાં રાખેલ કપડા, દાગીના અને જરૂરી તમામ ડોકયુમેન્‍ટો, મોબાઇલ, લેપટોપ પલંગ, ગેસ અને ગેસ સિલિન્‍ડર સહિત એક દિવસ પહેલા જખરીદેલ વોશિંગ મશીન પણ ઉપયોગમાં લે પહેલા જ બળી ગયું હતું. આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લેતા અને ઘરની અંદર ગેસ સિલિન્‍ડર હોવાને લઇ પાડોશીઓ તથા ભેગા થયેલ ગામજનો ઘરની અંદર જઈ શકયા ન હતા. આ અંગેની જાણ 108, 100 નંબર અને ફાયર બ્રિગેડને કરતા 108, પારડી પોલીસ અને પારડી નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાના પ્રયત્‍નો હાથ ધર્યા હતા પરંતુ ત્‍યાં સુધીમાં ઘરની તમામ ઘરવખરી અને તમામ તથા જરૂરી ડોકયુમેન્‍ટો, ઘરેણાંઓ, કપડાઓ, સહિત તમામ ચીજવસ્‍તુઓ બળીને ખાખ થઈ જતા આ પરિવાર ફક્‍ત પોતે પહેરેલા કપડામાં જ રહી જતા દયનીય સ્‍થિતિમાં આવી ગયા હતો.
આજરોજ સવારે ગામના સરપંચ સહિત તલાટીએ આ ઘરની મુલાકાત લઇ જયેશભાઈ તથા પરિવારજનો પાસે નુકસાનીની યાદી બનાવી સરકાર તરફથી મળતી સહાય જલ્‍દીથી મળે એ અંગેની તજવીજ હાથ ધરી હતી. જ્‍યારે તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયત દ્વારા આ ઘરવિહોણા થયેલા આ પરિવારને જલ્‍દીથી ઘર મળે એવી આશા વ્‍યક્‍ત કરી હતી. બીજી બાજુ ગામના સરપંચે પણ સરકાર તરફથી તથા અન્‍ય એન.જી.ઓ. તથા દાનવીરો તરફથી આ પરિવારને મદદ કરવાની અપીલ પણ કરી હતી સાથે સાથે ગામજનો તરફથી પણ બનતી સહાય આપવાનું નક્કી થયુંહતું.
—-

Related posts

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટને કાર્ડિયાક/ઇન્‍ટેન્‍સીવ કેર એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરાઇ

vartmanpravah

લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

Leave a Comment