October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

પ્રદેશના લોકોની લાગણીનું સંકલ્‍પ પત્રમાં પાડેલું પ્રતિબિંબઃ સરકાર ગઠન થયાના 150 દિવસની અંદર સંકલ્‍પ પત્રના 30 ટકા કામો પૂર્ણ કરવા પ્રદેશ ભાજપે પ્રગટ કરેલો વિશ્વાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં લોકસભાની દમણ અને દીવ બેઠકના મોદીની ગેરંટીવાળા સંકલ્‍પ પત્રનું વિમોચન કરવામાં આવ્‍યું હતું. જેમાં લોકસભાની દમણ અને દીવ બેઠકના કન્‍વીનર શ્રી નવિનભાઈ પટેલ, સંકલ્‍પ પત્ર સમિતિના અધ્‍યક્ષ શ્રી મુકેશ ગોસાવી, દમણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા અને પ્રદેશના મીડિયા કન્‍વીનર શ્રી મજીદ લધાણી ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે લોકસભાની દમણ અને દીવ બેઠકના કન્‍વીનર શ્રી નવિનભાઈ પટેલે સંકલ્‍પ પત્રના સંદર્ભમાં જરૂરી જાણકારી આપી હતી. સંકલ્‍પ સમિતિના અધ્‍યક્ષ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, દમણ અને દીવમાં ડોર ટુ ડોર જઈ લોકોના મળેલા સૂચનોની સાથે લોકસભાની દમણ અને દીવ બેઠકમાં ભારતીય જનતા પક્ષે 2009થી શરૂ કરેલા વિજયઘોષની યાદ રૂપે સંકલ્‍પ પત્રમાં 9 વિષયો અને 2047માં વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવાની નેમ સાથે 47 મુદ્દાઓ સમાવી લોકોની લાગણીનું પ્રતિબિંબ પાડયું હોવાનું જણાવ્‍યું હતું.
આ પ્રસંગે વિશેષ માહિતી આપતાં પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, આ સંકલ્‍પ પત્રમાં મુખ્‍યત્‍વે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ક્રિકેટએસોસિએશનને બી.સી.સી.આઈ. સાથે એફિલીએશન કરાવી પ્રદેશના ક્રિકેટ રમતા ખેલાડીઓ રણજી ટ્રોફી, દુલિપ ટ્રોફી જેવી રાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં પ્રદેશની ટીમનો હિસ્‍સો બની શકે તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવાના હોવાનું જણાવ્‍યું હતું. તેમણે પ્રદેશમાં મહિલા આયોગનું ગઠન, સી અને ડી ગ્રેડની સરકારી નોકરીઓમાં સ્‍થાનિક લોકોને પ્રાધાન્‍ય આપવા, દમણ અને દીવમાં માછીમારી વ્‍યવસાય કરતા લોકો માટે વહાણ(બોટ) મુકવા, કાઠી બાંધવા માટે યોગ્‍ય જગ્‍યા ફાળવવા અને માછીમારો માટે નેટ (જાળ) સબસીડીના દર ઉપર મળે તેવી વ્‍યવસ્‍થા કરવા, દમણમાં જમ્‍પોર, દેવકા બીચ, છપલી બીચ, નમો પથ, રામસેતૂ બીચ રોડ વગેરે સ્‍થાનો ઉપર યોગ્‍ય જગ્‍યાએ પ્રશાસનિક મંજૂરીની સાથે અદ્યતન સ્‍ટોલ ઉપલબ્‍ધ કરાવવા પણ સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો.
શ્રી દીપેશભાઈ ટંડેલે વધુમાં જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશમાં હોટલ-ટુરિઝમ લાયસન્‍સ ઈશ્‍યુ/રિન્‍યુ કરવા માટેનો સમયગાળો એક વર્ષથી વધારીને પાંચ વર્ષ સુધી કરવાનો સંકલ્‍પ હોવાનું પણ જણાવ્‍યું હતું. તેમણે દીવના પ્રવાસન સ્‍થળ ઉપર ધંધા-રોજગાર માટે દીવના લોકોને પ્રાધાન્‍ય આપવા તથા દીવથી મુંબઈ વાયા ભાવનગર (ઘોઘા) સુધીની રો-રો પેસેન્‍જર ફેરી શરૂ કરવાની પણ વિચારણાં હોવાનું જણાવ્‍યું હતું.
પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલેજણાવ્‍યું હતું કે, સંકલ્‍પ પત્રમાં પંચાયતી રાજને મજબૂત બનાવવા માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાને વહીવટી સત્તા પ્રદાન કરવાનો પણ નિર્ધાર પ્રગટ કર્યો હતો.
લોકસભાની દમણ અને દીવ બેઠક માટે જારી કરેલા સંકલ્‍પ પત્રમાં લેવાયેલા મુદ્દાઓ પૈકી 30 ટકા જેટલા સંકલ્‍પો માત્ર 150 દિવસની અંદર પૂર્ણ કરવાની ગેરંટી પણ પ્રદેશ અધ્‍યક્ષ તરીકે શ્રી દીપેશભાઈ ટંડેલે આપી હતી.

Related posts

વલસાડની સેગવા પ્રાથમિક શાળામાં કુદરતી આપત્તિ માર્ગદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમ હિંમતનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા રવાના થઈ

vartmanpravah

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

વલસાડ ખાણ ખનીજ ટીમનો સપાટો : ઓવરલોડ રેતી ભરેલી ચાર ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્‍યાણ અને સલામતી માટે વર્કશોપનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી પશ્ચિમમાં પુલ ધ્‍વંશ કરવાની કામગીરીમાં રસ્‍તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે

vartmanpravah

Leave a Comment