December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓએ વિદ્યાર્થીઓને જણાવી તેમની સફળતાની વાતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત આજે છઠ્ઠા દિવસે ખુબ જ આનંદ, ઉલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
‘જનજાતિય ગૌરવ દિવસ’ના કાર્યક્રમ હેઠળ શિક્ષકોએ શાળાઓમાં પ્રસિદ્ધ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિ પર આધારિત નાટકનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવી હતી.
વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી કે, ભગવાન બિરસા મુંડા એક ભારતીય આદિવાસી સ્‍વતંત્રતા સેનાની અને મુંડા જનજાતિના લોક નાયક હતા. તેમણે બ્રિટિશ રાજ દરમિયાન 19મી સદીના અંતમાં ઝારખંડમાં થયેલા આદિવાસી ધાર્મિક આંદોલનનું નેતૃત્‍વ કર્યું હતું. જેનાથી તેઓ ભારતીય સ્‍વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વ્‍યક્‍તિ બન્‍યા. આ નાટકને નિહાળીને વિદ્યાર્થીઓએ જનનાયક ભગવાન બિરસા મુંડાજીના જીવન-કવનને જાણવાની ખુબ જ રૂચિ દેખાડી હતી.
આજે આયોજીત કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને તેમની સફળતાની વાતો જણાવવા સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓ દ્વારા સત્રનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતની ઉપસ્‍થિતિમાં ખાનવેલ ગ્રામ પંચાયતની ઉમરવરણી, ખુટલી, ખાનવેલ, ચૌડા અને તલાવલીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

વાપીમાં નવીન સ્‍ટાર્ટઅપ ટિકકુ કોન્‍ડિમેન્‍ટ્‍સ પ્રા.લી.નું કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઈએ ઉદઘાટન કર્યું

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ તરીકે અપૂર્વ પાઠકની વરણી

vartmanpravah

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

Leave a Comment