(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: શ્રી કૃષ્ણાશ્રય પ્રસાદમ્ અંતર્ગત દાદા-દાદીની સ્મૃતિમાં વાપી અંબામાતા મંદિરે દરરોજ મસાલા ખિચડીનું વિતરણ સાંજે 7 થી 8 કલાક દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
શ્રી વિજયભાઈ શાષાી અને રવિશંકર નાથાલાલ વાળાંગર પરિવાર દ્વારા પૂજ્ય સ્વ.દાદાજીશ્રી નાથાલાલ અને પૂજ્ય સ્વ.દાદીજીશ્રી જશુબાબેનની સ્મૃતિમાં પરિવાર દ્વારા દરરોજ સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન અંબામાતા મંદિર ગેટ પાસે મસાલેદાર સ્વાદિષ્ટ ખિચડીનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદનો લાભ સેંકડો ભાવિકો લઈ રહ્યા છે.