October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

સાંચોરના સાંસદ દેવજી પટેલએ ચૂંટણી માટે સહકાર માગ્‍યો: દેવજી પટેલ સાંચોરવિધાનસભાની બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ જિલ્લા અને વાપી-દમણ-સેલવાસમાં પ્રવાસી રાજસ્‍થાન સમાજ મોટી સંખ્‍યામાં સ્‍થાયી થયેલ છે. જેમની રાજસ્‍થાનની ચૂંટણીમાં હંમેશા અહમ ભૂમિકા રહેતી આવી છે. સરપંચથી લઈ સાંસદની ચૂંટણીમાં અહીંના પ્રવાસી રાજસ્‍થાની લોકશાહીનું પર્વ ચૂંટણી વતનમાં મનાવે છે જે ત્‍યાંની રાજકીય પાર્ટીઓ સારી રીતે જાણે છે. તેથી જાલોર રાજસ્‍થાનના સાંસદ દેવજીભાઈ પટેલ સાંચોરથી વિધાનસભાની ઉમેદવારી નોંધાવી છે. તેથી ચૂંટણીમાં સહકાર માટે આજે ગુરૂવારે વાપી આવી પહોંચ્‍યા હતા.
હાઈવે રોયલ સેલ્‍ટર હોલમાં સાંસદ દેવજીભાઈ પટેલનો સ્‍વાગત અને સન્‍માન મિલન કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના ઉમેદવાર દેવજીભાઈ પટેલએ સ્‍થાનિક સમસ્‍યા અને રાજસ્‍થાનમાં નશાનો ફુલી ફાલી રહેલા કારોબાર ઉપર પ્રકાશ પાડયો હતો તેથી રાજસ્‍થાનમાં ડબલ એન્‍જિનની સરકાર જરૂરી છે તેવું ભારપૂર્વક જણાવ્‍યું હતું. પ્રવાસી રાજસ્‍થાનીઓએ ભેદભાવ ભૂલી ચૂંટણીમાં સક્રિયતા રાખવી પડશે તેવી અપીલ કરી હતી. રાજસ્‍થાની સમાજના અગ્રણી બી.કે. દાયમાએ જણાવ્‍યું હતું કે, સ્‍થાનિક રાજસ્‍થાન સમાજ પૂર્ણ સમર્થન આપશે તેઓ ભરોસો આપ્‍યો હતો. કાર્યક્રમમાં પૂર્વ પાલિકા પ્રમુખ વી.આર. પટેલ અને રાજસ્‍થાનસમાજના અગ્રણી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં જોવા લાયક માવલી ધોધ અને ભીલી ધોધ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં ‘આનંદ મેળા’નું આયોજન થયું

vartmanpravah

વાપીમાં ડિઝાસ્‍ટર પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટનું નવું ભવન સાકાર થશે

vartmanpravah

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

Leave a Comment