235 પૈકી 117 જગ્યામાં અગ્રતાક્રમનીજાહેર થયેલ સુચીનો વિરોધ કર્યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વલસાડ બી.આર.સી. ભવન ઉપર આજે બુધવારે શિક્ષકોનો બદલી કેમ્પ યોજાયો હતો. 500 ઉપરાંત શિક્ષકોએ બદલી કેમ્પમાં ભાગ લીધો હતો. પરંતુ 235 પૈકી 117 જગ્યા માટેની અગ્રતા ક્રમ અંગેની સુચી જાહેર કરાતાની સાથે જ ઉપસ્થિત શિક્ષકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.
આજે વલસાડમાં બી.આર.સી. ભવનમાં જિલ્લા ફેર બદલી અંગે શિક્ષકો માટે કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લા બહારના શિક્ષકોને સમાવવામાં આવ્યા હોવાનું જાણવા મળતા શિક્ષકોએ હોબાળો મચાવી દીધો હતો. જેમાં 235 માંથી 117 જેટલી જગ્યાઓ માટે અગ્રતાક્રમ અપાતા શિક્ષકો રોષે ભરાયા હતા. ઓનલાઈન અરજીનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક શિક્ષકો તરીકે બીજા જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને જિલ્લામાં સમાવેશ કરવા માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ બાબતે રાજ્યપાલ દ્વારા અગાઉ પરિપત્ર જાહેર કરાયો હતો. તેનું પાલન થયું હતું. વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો જે વર્ષોથી બહારના જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે તેવા શિક્ષકોને વતનના જિલ્લાનો લાભ આપવા માટે બદલી કેમ્પ યોજાયો હતો. પરંતુ 235 ખાલી સ્થાન ઉપર 117 જેટલા શિક્ષકો સમાવાયા હોવાની જાણ થતા મામલો ગરમાયો હતો.