October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો જપ્ત કરેલો દારૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : લોકસભાની ચૂંટણી-2024ને નજર સમક્ષ રાખી આદર્શ આચાર સંહિતાના કડક પાલનસ્‍વરૂપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ચૂંટણી વિભાગના અધિકારીઓ દ્વારા તત્‍પરતા સાથે નજર રાખવામાં આવી રહી છે. આ માટે વિવિધ સ્‍થળોએ ફલાઈંગ સ્‍કવોર્ડની તૈનાતી પણ કરવામાં આવી છે. આગામી તા.7મી મે, 2024ના રોજ ત્રીજા ચરણમાં ગુજરાત સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ મતદાન થવાનું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં સતર્કતાના ભાગરૂપે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેમાં રોકડ અને દારૂ-બિયરની તસ્‍કરી તથા ચૂંટણીના સમયે તેના વિતરણ ઉપર રોક લગાવવા માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.5મી એપ્રિલ, 2024ના શુક્રવારથી સ્‍ટેટિકમોનિટરીંગ ટીમો(એસ.એસ.ટી.) પણ 14 જેટલા જુદા જુદા ચેકપોસ્‍ટ અને અન્‍ય સ્‍થળોએ તૈનાત કરવામાં આવ્‍યા છે. ચૂંટણી તંત્ર દ્વારા નિષ્‍પક્ષ, પારદર્શક, મુક્‍ત, ન્‍યાયી અને તટસ્‍થ ચૂંટણી યોજાય તેમજ નિヘતિ કરાયેલા નીતિ-નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દમણ જિલ્લામાં ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા વિવિધ સ્‍થળોએ ચેકિંગ દરમિયાન તા.5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીમાં લગભગ 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો દારૂ વિવિધ જગ્‍યાએથી જપ્ત કરવામાં આવ્‍યો છે. દમણના ચૂંટણી અધિકારીઓ દ્વારા 16મી માર્ચ, 2024ના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ અત્‍યાર સુધી લગભગ 30 લાખની રોકડ રકમ અને 10.38 લાખ રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્‍યો છે. દમણ જિલ્લા પ્રશાસને આ બાબતે સખત પગલાં ભરતાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદો નોંધી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે યાદ છે કે, આદર્શ આચાર સંહિતા દરમિયાન સંઘપ્રદેશમાં 50 હજાર રૂપિયાથી વધુની રોકડ રકમ અને 10 હજાર રૂપિયાથી વધુનો નવો સામાન લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. તેથી લોકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ ચૂંટણી સમય દરમિયાન આદર્શ આચારસંહિતાના નક્કી કરાયેલા નીતિ-નિયમોનું પાલન કરે અને તેમની પ્રવૃત્તિઓને ગેરકાનૂની રીતે નકરે.

Related posts

લીલાછમ સૌંદર્ય વાતાવરણમાં રાષ્‍ટ્રીય પક્ષી મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા કળા કરી થનગનાટ કરતો કેમેરામાં કેદ થયો

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

vartmanpravah

વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલનુ સીબીએસઈ બોર્ડનુ 100 ટકા પરિણામ

vartmanpravah

દાનહઃ દૂધની ખાતેની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘‘લાઈફ સ્‍કીલ” થીમ આધારિત વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment