શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વાપી નગરપાલિકા વિસ્તચારમાં હાલમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ખોદકામ દરમિયાન પાણીની લાઈનો તૂટી રહી હોવાનો મામલો બહાર આવ્યો છે.
વાપી શહેરયુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહએ મામલતદાર વાપી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી છે કે વાપીમાં વીજ કંપની દ્વારા હાલમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વારંવાર પાણીની પાઈપલાઈનો તૂટી રહી છે. આ મામલે પાલિકા પાસેથી લાઈન ખોદવાની જરૂરી પરમિશન લેવાઈ છે કે નથી લેવાઈ તેવી માહિતી સ્વાગત કાર્યક્રમમાં માંગી છે. તદ્દઉપરાંત જો જરૂરી પરમિશન ના લેવાઈ હોય તો વીજ કંપની સામે આ કામગીરી સબબ કેસ કરવો જોઈએ તેવી લેખિત રજૂઆત શહેર યુવા કોંગ્રેસ પ્રમુખે કરી છે. પાણીની તૂટતી વારંવાર પાઈપલાઈનોને લઈ અગવડ સ્થાનિક લોકોને ભોગવવી પડે છે તેથી આ મુદ્દાની ગંભીર નોંધ લેવામાં આવે તેવી રજૂઆથ સ્વાગત કાર્યક્રમમાં કરાઈ છે.