(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
પારડી, તા.26: પારડી પોણીયા સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર ખાતે તારીખ 26 ડિસેમ્બર 2024 ના રોજ બાળ દિનની ઉજવણી પારડી શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયકાળ દરમિયાન 2022 થી બાળ દિનની ઉજવણી કરવામાં આવે છે. શીખ ધર્મના 10 માં ધર્મગુરુ વીર ગોવિંદસિંહજીના બે નાના પુત્રો જોરાવરસિંહ ઉંમર વર્ષ 9 અને ફતેહ સિંહ ઉંમર વર્ષ 7 નું સન્માન કરવા માટે 26 ડિસેમ્બરે બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે.
1705 માં મુઘલોએ ગુરુ ગોવિંદસિંહના આ બંને પુત્રોને પકડીને ધર્મ પરિવર્તન માટે ભારે દબાણ કર્યું હતું પરંતુ આ બંને બાળકોએ પોતાના ધર્મ પ્રત્યેની વફાદારી બતાવતા મુઘલો સામે ન ઝુકી પોતાનો ધર્મ ન બદલતા મુઘલોના સેનાપતિએ આ બંને બાળકોને જીવતા ચણી દીધા હતા. ધર્મની રક્ષા માટે પોતાનું જીવનનું બલિદાન કરી દેનારા આ બંને બાળકોની યાદમાં 26 ડિસેમ્બરે 12 દિન તરીકે ઉજવવામાં આવે છે.
આજના આ પ્રસંગના વક્તા નીલાબેન પટેલે સરસ્વતી વિદ્યા મંદિરના બાળકોને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે તેમના આ બલિદાનથી આપણને રાષ્ટ્રીય એકતા અને ભાઈ શાળાનો સંદેશો મળે છે. આ ઉપરાંત આપણે નૈતિકતા અને સત્ય માટે ઊભા રહેવું જોઈએ એ જ જીવનનું સૌથી મોટુંમૂલ્ય છે ભારતની યુવા પેઢી એ ભૂતકાળમાં દેશનું રક્ષણ કરી અંધકારમાંથી ભારત દેશને બહાર કાઢયો છે.
આજના આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ વિપુલ પટેલ આ કાર્યક્રમના સંયોજક જીતુ ઓઝા, નિલેશ ભંડારી અમિત રાણા, બીજલ દેસાઈ, જીગ્નેશભાઈ, પંકજભાઈ, નેહાબેન પટેલ, નિકિતાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ તથા સરસ્વતી વિદ્યા મંદિર પોણીયાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—-
