આઠ પો.સ્ટે.ના વાહનોનો નિકાલ કરાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: જિલ્લા પોલીસ દ્વારા વાપી ડિવિઝનમાં આવતા 8 પોલીસમાં બિનવારસાઈ પડી રહેલા વાહનોની વાપી પોલીસ સ્ટેશનમાં શનિવારે હરાજી યોજાઈ હતી. જેમાં કુલ મળી 1383 વાહનો રૂા.52.86 લાખમાં વેપારીઓએ ખરીદ્યા હતા.
વાપી ડિવિઝનનાડિવાયએસપી બી.એન. દવેની અધ્યક્ષતામાં યોજાયેલ વાહન હરાજીમાં 173 વેપારીઓ જોડાયા હતા. વેપારીઓએ કુલ 1383 વાહનો રૂા.52.86 લાખમાં ખરીદ્યા હતા. લાંબા સમયથી પોલીસ વિભાગમાં બિનવારસી પડી રહેલા વાહનોના નિકાલ માટે હરાજી યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ નાયબ પોલીસ વડા વાપી ડિવિઝનના બી.એન. દવેને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી હતી. તમામ વાહનો નિયમોનુસાર એસ.ઓ.પી. મુજબ હરાજીની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં પડી રહેલા બિનવારસી વાહનોમાં અનુક્રમે કપરાડાના-6, નાનાપોંઢાનાં-9, મરીનના-32, ભીલાડના-85, ઉમરગામના-92, વાપી ટાઉન-230, ડુંગરા 294, વાપી જીઆઈડીસી 535 જેમાં 3 વ્હિલર, થ્રી વ્હિલર, ફોર વ્હિલર, છોટા હાથી, ટ્રક વગેરે વાહનો હતા. હરાજીમાં 173 વેપારીઓએ ભાગ લીધો હતો.