June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકા વિસ્‍તારમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્‍ડ કેબલ કામગીરીમાં પાણીની લાઈનો તૂટી રહી હોવાની ફરિયાદ

શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહએ તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી નગરપાલિકા વિસ્‍તચારમાં હાલમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્‍ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ખોદકામ દરમિયાન પાણીની લાઈનો તૂટી રહી હોવાનો મામલો બહાર આવ્‍યો છે.
વાપી શહેરયુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહએ મામલતદાર વાપી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી છે કે વાપીમાં વીજ કંપની દ્વારા હાલમાં અંડરગ્રાઉન્‍ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વારંવાર પાણીની પાઈપલાઈનો તૂટી રહી છે. આ મામલે પાલિકા પાસેથી લાઈન ખોદવાની જરૂરી પરમિશન લેવાઈ છે કે નથી લેવાઈ તેવી માહિતી સ્‍વાગત કાર્યક્રમમાં માંગી છે. તદ્દઉપરાંત જો જરૂરી પરમિશન ના લેવાઈ હોય તો વીજ કંપની સામે આ કામગીરી સબબ કેસ કરવો જોઈએ તેવી લેખિત રજૂઆત શહેર યુવા કોંગ્રેસ પ્રમુખે કરી છે. પાણીની તૂટતી વારંવાર પાઈપલાઈનોને લઈ અગવડ સ્‍થાનિક લોકોને ભોગવવી પડે છે તેથી આ મુદ્દાની ગંભીર નોંધ લેવામાં આવે તેવી રજૂઆથ સ્‍વાગત કાર્યક્રમમાં કરાઈ છે.

Related posts

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

ઉમરકુઇ ગામની મેસર્સ યુ.ડી.ફાર્મા રબર લિમિટેડ કંપનીના કર્મચારીઓ લઘુત્તમ વેતનના મુદ્દે હડતાળ પર ઉતર્યા

vartmanpravah

સમરોલીમાં સ્‍ટેટ મોનિટરીંગ સેલે હોમ રેઈડ કરી રૂા. 8.32 લાખના વિદેશી દારૂ સાથે માતા-પુત્રની કરેલી ધરપકડ : 4 વોન્‍ટેડ

vartmanpravah

વાપીની મુસ્‍કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્‍ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા બાળ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment