June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી એસ.ઓ.જી.ની ટીમે ખેરગામના ધામધુમાથી લાકડા ભરેલ વગર નંબરની પીકઅપ સાથે 2 ઈસમોની અટક કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: નવસારી એસ. ઓ .જી ની ટીમ ખેરગામ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી ત્‍યારેધામધુમા ગામેથી લાકડા ભરેલ પીકઅપવાન પસાર થતી હોય તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમિટ વિનાના 99125 રૂપિયાના 3765 કિલોગ્રામ ખેરના લાકડા અને પીકઅપવાન મળી 199125 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવા સાથે બે ઈસમોની અટકાયત કરી વન વિભાગને સોંપવામાં આવતા વન વિભાગ એ વધુ તપાસ હાથ ધરી છે.
ચીખલી વન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એસ.ઓ.જી.ની ટીમના આ.પ.કો. પ્રશાંતભાઈ, વિનોદભાઈ, જયેશભાઈ સહિતનો સ્‍ટાફ ખેરગામ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્‍યારે ખેરગામ તાલુકાના ધામધુમા ગામેથી લાકડા ભરેલ નંબર વગરની પિકઅપવાન પસાર થતી હોય તેને અટકાવી તેની અંદર તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમિટ વિનાના 99,125 રૂપિયાના 3765 કિલોગ્રામ ખેરના લાકડા અને નંબર વગરની પીકઅપની કિંમત એક લાખ રૂપિયા મળી કુલ 1,99,125 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપરોક્‍ત ખેરના લાકડાનો જથ્‍થો ચુનીલાલ પટેલ( રહે માંડવખડક , તાલુકો ચીખલી) એ તેના પોતાના ખેતરમાંથી કપાવેલ હોય જે અર્જુનભાઈ નિછાભાઈ પટેલ (રહે.ગોડથલ, તાલુકા ચીખલી )ને વેચાણ આપવાનો નક્કી કરેલ હોય ઉપરોક્‍ત બંને સામે ભારતીય વન વિભાગ અધિનિયમ 1927 મુજબ વન વિભાગે ગુનો નોંધી તે બંનેની અટકાયત કરી તેનીપાસેથી 50000 રૂપિયા ડિપોઝિટ વસૂલ કરેલ છે. અને વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ચીખલી વન વિભાગના આર.એફ.ઓ. આકાશભાઈને પૂછતા તેમણે જણાવ્‍યું હતું કે ઉપરોક્‍ત બનાવવામાં ખેરના લાકડા સાથે બેની અટકાયત કરેલ છે. અને વધુ તપાસ ચાલુ છે. જરૂરી કાર્યવાહી પૂર્ણ થતા જ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Related posts

ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ

vartmanpravah

ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ- ‘બીચ ગેમ્સ દીવ-૨૦૨૪’ અંતર્ગત બીજા દિવસે દીવના ઘોઘલા બીચ પર પેંચક સિલાટ, મલખમ્બ અને દોરડાખેંચ રમતોની યોજાયેલી સ્પર્ધા

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

vartmanpravah

દમણ-દીવની સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયેલો આક્રોશઃ શિક્ષકોમાં પણ નારાજગી

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે જિલ્લાના 515 એકમોમાં તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment