Vartman Pravah
Breaking Newsનવસારી

ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.24
ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં સિઝન શરૂ થયાને બે માસ જેટલો સમય વીતવા છતાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ ફેલાઈ જવા પામ્‍યો છે. મંજૂરી માટે તુમારો એસીએફ કચેરીએથી વલસાડ ડિવિઝન કચેરીમાં યેનકેન પ્રકારે મોકલવામાં જ નહીસ આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે
સાગ અને ખેરના વળક્ષો કાપવા માટે સંબંધિત ખેડૂતો સાથે કોન્‍ટ્રાકટર દ્વારા તુમાર તૈયાર કરવામાં આવતા હોય છે. રેંજ કચેરીએ તુમાર રજૂ થયા બાદ જરૂરી સર્વે સ્‍ટાફ દ્વારા કરાતું હોય છે. પરંતુ ચાલુ સિઝને ઓક્‍ટોબર માસમાં સિઝન શરૂ થયાને બે માસ જેટલો સમય વીતવા છતાં એક પણ તુમારને મંજૂરી મળી નથી અને 100થી વધુ તુમારો પેન્‍ડિંગ હોવાનું જાણવા મળેલ છે.
હાલે નજીકના સમયમાં આંબા કલમો ઉપર ફૂટ આવવાની હોય તે પૂર્વ ઝાડો કપાઈ તેવું ખેડૂતો ઇચ્‍છતા હોય છે. કલમો ઉપર ફૂટ આવી ગયા બાદ ઝાડો કાપવા ના સમયે નુકશાન થતું હોય છે.
આ અંગે ભાજપના હોદ્દેદારો, વેપારીઓ અને ખેડૂતોદ્વારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એસીએફ પોતે સ્‍થળ પર જોવા આવી કોઈ જોગવાઈ ન હોવા છતાં કોન્‍ટ્રાક્‍ટરે ફરજિયાત હાજર રહેવાનું જણાવી કોન્‍ટ્રાકટર હાજર ન હોય તો તુમાર જોવા વિના જ નીકળી જતા હોવાની અને કોઈ ને કોઈ ખામી કાઢી તુમારો મંજૂરી માટે વલસાડ ડિવિઝન કચેરીએ મોકલવામાં જ આવતા ન હોવાનું હોદ્દેદારો અને કોન્‍ટ્રાકટરો દ્વારા જણાવાયું હતું.
ગત વર્ષના પણ 30 થી 40 અને ચાલુ સીઝનના 100 જેટલા તુમારો પેન્‍ડિંગ હોવાથી વળક્ષો કાપવાની મંજૂરી ન મળતા ખેડૂતો અને કોન્‍ટ્રાક્‍ટરોમાં એસીએફની હેરાનગતિ કરવાની નિટીરીતિ સામે રોષ ફેલાઈ જવા પામ્‍યો છે.
બોક્ષ
એસીએફ એમ.એમ.રાઠવાના જણાવ્‍યાનુંસાર મારી પાસે તુમારો આવ્‍યા જ નથી. ચીખલી રેંજ કચેરીએ તુમારો મોકલવા સૂચના આપી છે. તુમારો મારી પાસે આવે તો હું જોઉં ને.

Related posts

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

vartmanpravah

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ બાસ્‍કેટ બોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

vartmanpravah

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

vartmanpravah

Leave a Comment